Home /News /business /

Affiliate Marketing: એફિલિએટ માર્કેટિંગ દ્વારા આ રીતે કરો ઘરે બેઠા મોટી કમાણી

Affiliate Marketing: એફિલિએટ માર્કેટિંગ દ્વારા આ રીતે કરો ઘરે બેઠા મોટી કમાણી

Make Money From Affiliate Marketing

ઓનલાઈન એફિલિએટ માર્કેટિંગને ઓનલાઈન રેફરલ મિકેનિઝમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં અમુક ઉત્પાદનો અથવા સેવાઓ વેચતો વ્યવસાય તમને ગ્રાહકોને રીફર કરવા માટે પેમેન્ટ કરે છે

  ઓનલાઈન પૈસા કમાવવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક એફિલિએટ માર્કેટિંગ (affiliate marketing) છે. 2022માં impactrmarketinghub.comએ એફિલિએટ માર્કેટિંગની વેલ્યૂ 12 બિલિયન ડોલર હોવાનો અંદાજ આપ્યો છે, વિશ્વના અન્ય કોઈપણ ભાગમાંથી કામ કરી શકાય છો. તેથી, જો તમે એફિલિએટ માર્કેટિંગ અજમાવવાનું આયોજન કરી રહ્યાં છો, તો અહીં એવી બાબતો છે જે તમારે જાણવી જોઈએ.

  ઓનલાઈન એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ શું છે?


  ઓનલાઈન એફિલિએટ માર્કેટિંગને ઓનલાઈન રેફરલ મિકેનિઝમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં અમુક ઉત્પાદનો અથવા સેવાઓ વેચતો વ્યવસાય તમને ગ્રાહકોને રીફર કરવા માટે પેમેન્ટ કરે છે, જ્યારે તમે તમારી વેબસાઈટનો ઉપયોગ તેમના ઉત્પાદનો અને સર્વિસને હાઈલાઈટ કરવા અથવા પ્રમોટ કરવા માટે ગ્રાહકોને સેલર્સની વેબસાઈટ પર રીડાયરેક્ટ કરીને હાઈપરલિંક સાથે કરો છો. અન્ય લોકોના પ્રોડક્ટ અથવા સર્વિસનો પ્રચાર કરતી વેબસાઇટ્સને સંબંધિત સેલર્સના એફ્લિએટ પાર્ટનર કહેવામાં આવે છે. જો તમારી વેબસાઇટ નિયમિતપણે સફળ રેફરલ્સ મેળવવાનું શરૂ કરે, તો તે તમારા માટે ઑનલાઇન આવકનો સ્ત્રોત બની શકે છે.

  એફિલિએટ માર્કેટિંગ કઈ રીતે કામ કરે છે


  જ્યારે તમે જ્યુસર મિક્સર, સ્માર્ટ ફોન ખરીદવા માંગતા હોવ અથવા ઘરે સ્પા સર્વિસ મેળવવા માંગતા હોવ, ત્યારે તમે બેસ્ટ પ્રોડક્ટ અથવા સર્વિસ કેવી રીતે મેળવશો જે ફક્ત તમારી જરૂરિયાતોને જ નહીં પરંતુ પૈસા માટે બેસ્ટ વેલ્યૂ પણ પ્રદાન કરે છે? ઘણા લોકો કોઈપણ સેવાઓ માટે ઓનલાઈન સર્ચ કરે છે, જે સર્વિસને લગતી તમામ માહિતી ગ્રાહક સુધી સરળતાથી પહોંચાડે છે. તેમના શોર્ટલિસ્ટેડ અને સજેસ્ટ કરેલ ઉત્પાદનો અથવા સેવાઓ સાથે આ વેબસાઇટ્સ સેલર્સ પાસેથી સીધા ખરીદવા માટે એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ હેઠળ લિંક્સ પણ આપે છે.

  કેવા પ્રકારની આવક થઈ શકે છે


  મોટાભાગના એફિલિએટ નેટવર્ક્સ આપેલ લિંકથી વેચાણમાં લીડના સક્સેસફુલ કન્વર્ઝનના 5% - 15%ની રેન્જમાં ચૂકવણી કરે છે. જો કે સ્પર્ધાત્મક પ્રોડક્ટ સેગમેન્ટમાં ઓછું કમિશન ઓફર કરાય છે. મોટાભાગના વેચાણો વન ટાઈમ પેમેન્ટ તરફ દોરી જાય છે. જો કે, કેટલાકમાં રિકરિંગ પેમેન્ટ કરી શકાય છે. રિકરિંગ પેમેન્ટ મોટે ભાગે નિયમિત સબ્સ્ક્રિપ્શન-આધારિત ઉત્પાદનો અને સેવાઓમાં થાય છે. જો તમે કોઈ મોટી વસ્તુનુ વેચાણ કરો છો, તો તમારે કમિશન માટે લાંબા સમય સુધી રાહ જોવાની રહેશે નહી.

  આ પણ વાંચો - તેથી જ કહેવાય છે કે SIP કરો! આ સ્મોલ-કેપ ફંડે રોકાણકારોને 220 ટકા વળતર આપ્યું

  તમે ઓનલાઈન એફિલિએટ માર્કેટિંગ દ્વારા કેટલી કમાણી કરી શકો છો


  મોટા ભાગના અગ્રણી ઈકોમર્સ ખેલાડીઓ મોટા એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ ચલાવે છે. એમેઝોન એસોસિએટ્સ પ્રોગ્રામ હેઠળ એમેઝોન સામાન્ય રીતે 0.2% - 10% ની રેન્જમાં કમિશન ચૂકવે છે. eBay Affiliate દરેક વેચાણ પર 12% કમિશન ચૂકવે છે, જ્યારે Flipkart Affiliate 15% સુધી ચૂકવે છે. વેબ હોસ્ટિંગ અને ડેવલપમેન્ટ પ્લેયર્સ સૌથી આકર્ષક પેમેન્ટ ઓફર કરે છે.

  યુએસએ ઓનલાઈન એફિલિએટ પ્રોગ્રામ્સનું લીડર હોવાથી ઓનલાઈન એફિલિએટ પાર્ટનર માટે ખૂબ જ આકર્ષક કમાણી ઓફર કરે છે. 2 માર્ચ, 2022ના રોજ અપડેટ થયેલ તારીખ મુજબ સરેરાશ આવક 52,590 ડોલર છે. યુએસએમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પર કામ કરતી કોઈપણ વ્યક્તિ હાયર અર્નિંગનું લક્ષ્ય બનાવી શકે છે, જો કે તેની માટે હાયર કોમ્પિટિશન પણ જોવા મળશે.

  લોકપ્રિય vs વિશિષ્ટ ઉત્પાદનો


  લોકપ્રિય ઉત્પાદનોમાં ઘણીવાર સૌથી વધુ સ્પર્ધા પણ હોય છે. આ એવા ઉત્પાદનો હોય છે જેને મોટાભઆગે સર્ચ કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિ અહીં જો પ્રવેશ કરે છે તો ટકી રહેવા અને નફો મેળવવા માટે તેણે વધારે મહેનત કરવી પડશે.

  વેબ હોસ્ટિંગએ સૌથી આકર્ષક એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ્સમાંનું એક છે. ફેશન અને વેલનેસ ઇન્ડસ્ટ્રીઝ તેમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેમાં ફાઈનાન્સ, હેલ્થ અને વેલનેસ, લાઈફસ્ટાઈલ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોબી અને પેશન, હોમ એન્ડ ફેમિલી, ટેક્નોલોજી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો -આ સરળ ટીપ્સને ફોલો કરીને વધારો તમારા બિઝનેસનો વ્યાપ, કમાણીમાં દેખાશે મોટો વધારો

  એફિલિએટ માર્કેટિંગ માટે ટૂલ્સ અને સ્ટ્રેટેજી


  તમારી વેબસાઇટ પરનો ટ્રાફિક જેટલો વધુ હશે તેટલુ સારુ હશે અને તેના વેચાણમાં પણ વધારો થશે. આવું કરવા માટે તમારે તમારી સાઈટ પર આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સાથે જ તમારે અન્ય એસ્પેક્ટ્સ પર પણ કામ કરવાનું રહેશે.

  ઘણા માર્કેટિંગ અને વિશ્લેષણાત્મક સાધનો છે, જે ઘણીવાર ફોર્મ પ્લગઇન અને એક્સ્ટેંશનમાં આવે છે. જે તમને તમારી વેબસાઇટની રેન્કિંગ સુધારવામાં મદદ કરે છે.

  સફળતા માટે આ બાબતોનુ રાખો ધ્યાન


  લોકો તમારી વેબસાઈટ પર એવી વસ્તુઓની શોધમાં આવે છે, જેને લઈને તે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોય. જો તે તેમને મળી જાય છે તો તેમની ચિંતાનો અંત આવે છે. તમારે કોમ્પિટિશન, ઈનકમ સ્કોપ, તમારી પરિચિતતા, રસ અને વિષય પરની કુશળતાના આધારે યોગ્ય ઉત્પાદન પસંદ કરવું પડશે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Business Ideas, Online business

  આગામી સમાચાર