Business Idea : આ ઓનલાઈન બિઝનેસ ખૂબ ઓછા સમયમાં આપશે મોટો નફો, તમે પણ બની શકો છો કરોડપતિ
Business Idea : આ ઓનલાઈન બિઝનેસ ખૂબ ઓછા સમયમાં આપશે મોટો નફો, તમે પણ બની શકો છો કરોડપતિ
પ્રતિકાત્મક તસવીર
Petrol-Diesel business: તમને પેટ્રોલ પંપ ખોલીને તેનુ વેચાણ કરવા માટે નહીં પણ ઓનલાઈન સેલિંગ અને ઓનલાઈન ડિલીવરી (Online delivery of Petrol-Diesel) દ્વારા બિઝનેસ કરવા માટેનો આઈડિયા આપી રહ્યાં છે.
ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માંગતા લોકો માટે આજે અમે એક ખૂબ જ શાનદાર બિઝનેસ આઈડિયા (Business Idea) લઈને આવ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે જેમાં હાલ પણ કોમ્પિટિશન ઘણું જ ઓછુ અથવા નહીવત છે. અમે વાત કરી રહ્યાં છીએ પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) ના વેચાણ કરવા માટેની. જો કે અમે તમને પેટ્રોલ પંપ ખોલીને તેનુ વેચાણ કરવા માટે નહીં પણ ઓનલાઈન સેલિંગ અને ઓનલાઈન ડિલીવરી (Online delivery of Petrol-Diesel) દ્વારા બિઝનેસ કરવા માટેનો આઈડિયા આપી રહ્યાં છે.
આપણે બધા જાણીએ છીએ કે દેશમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે પેટ્રોલ પંપ પર પણ ભીડ વધી રહી છે. લોકો ઈંધણ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આવી સ્થિતિમાં જો તેમને પેટ્રોલ અથવા ડીઝલની હોમ ડિલિવરી મળે તો લોકો તેનો લાભ ચોક્કસથી ઉઠાવશે.
સરકારે આપી છે પરવાનગી
આ માટે તમારે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી પરવાનગી લેવી પડશે. શરૂઆતના પડકારોને દૂર કર્યા પછી તમને આમાં સારો નફો મળશે અને તમે ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકો છો. તમને જણાવી દઈએ કે 2016માં સરકારે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની છૂટ આપી હતી.
ટેક્નોલોજી છે સફળતાની ચાવી
આ બિઝનેસ માટે તમારે ટેક્નોલોજીનો સહારો લેવો પડશે. દેખીતી રીતે ઓનલાઈન બિઝનેસ એપ કે વેબસાઈટ દ્વારા ચાલશે. આ માટે તમારે વેબસાઇટ અથવા એપ બનાવવી પડશે. તમારે તમારા બિઝનેસ વિશે ડિટેઈલ્ડ રિપોર્ટ તૈયાર કરવો પડશે. જેમાં તમારો બિઝનેસ આઈડિયા, આવક, ખર્ચ બધું જ સામેલ હશે. તમે આ રિપોર્ટને ઓઈલ કંપનીઓ પાસે લઈ જશો અને જો તે લોકો તેને મંજૂરી આપશે કે તરત જ તમે વેચાણ શરૂ કરી શકો છો.
પ્રારંભિક રોકાણ
આ બિઝનેસમાં તમારે 12 લાખ રૂપિયા સુધીનું પ્રારંભિક રોકાણ કરવું પડી શકે છે. જો તમે મધ્યમ વર્ગના પરિવારમાંથી છો અને તમારી પાસે એટલી રકમ નથી તો તમે લોન લઈ શકો છો. તમે પીએમ મુદ્રા લોન હેઠળ 10 લાખ રૂપિયાની લોન પણ લઈ શકો છો. એકવાર બિઝનેસ શરૂ થઈ જાય પછી, આ લોન સરળતાથી ચૂકવી શકાય છે અને તમારી આવક કરોડો રૂપિયા થઈ શકે છે.
અહીં ચાલી રહ્યો છે આ બિઝનેસ
ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં આ ઓનલાઈન ઈંધણનો બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો છે. પેપફ્યુઅલ નામની કંપની પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી કરી રહી છે. કંપનીનો બિઝનેસ 100 કરોડને પાર કરી ગયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર