online money transfer: અત્યારનો સમય ઓનલાઈન બેન્કિંગ (Online Banking)નો છે. કોરોનાકાળને કારણે મોટાભાગે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધાઓ જેટલી સરળ છે, તેમાં તેટલું જ જોખમ પણ રહેલું છે. ટેકનોલોજીની મદદથી બેન્કિંગ સુવિધાઓ (Banking facilities) સરળ બની ગઈ છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. ટેકનોલોજીની મદદથી જેટલો ફાયદો થઈ રહ્યો છે, ક્યારેક ક્યારેક તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
મોબાઈલ બેન્કિંગની મદદથી તમે સરળતાથી પૈસાની લેવડદેવડ કરી શકો છો. કોઈપણ સ્થળેથી ગણતરીની મિનિટોમાં પૈસાની લેવડ દેવડ થઈ શકે છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટ જેવી બેન્કિંગ સુવિધાઓની મદદથી કોઈપણ એકાઉન્ટમાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આંગળીના ટેરવેથી ગણતરીની મિનિટોમાં આ સુવિધાનો લાભ લઈ શકાય છે. આ પરિસ્થિતિમાં ઘણીવાર અજાણતા ખોટા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આ પરિસ્થિતિમાં સમસ્યા સર્જાઈ શકે છે. જો તમારાથી પણ આ પ્રકારની ભૂલ થઈ છે, તો તમે નીચે જણાવેલ પ્રક્રિયાની મદદથી તમારા પૈસા પરત મેળવી શકો છો.
જ્યારે પણ આવું થાય તો, તાત્કાલિક તે અંગે બેન્કને જાણ કરો જ્યારે પણ તમને ખબર પડે કે તમે ખોટા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો તાત્કાલિક તે અંગે બેન્કને જાણ કરો. કસ્ટમર કેર પર કોલ કરીને વિગતવાર તમામ માહિતી આપો. જો તમને મેઈલ કરવાનું કહેવામાં આવે, તો મેઈલમાં તમામ માહિતી આપો. નાણાંકીય લેવડ દેવડની તારીખ, સમય, બેન્ક એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટમાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે, તો તેની પણ માહિતી આપવાની રહેશે. જો બેન્ક તરફથી આ અંગે યોગ્ય પ્રતિભાવ ન મળે તો તમે બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો.
અમાન્ય એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે તો... જો તમે ભૂલથી અમાન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો પૈસા ઓટોમેટીક એકાઉન્ટમાં પરત આવી જશે. જો તમારા એકાઉન્ટમાં તે રકમ પરત ન આવે તો તમારી બેન્ક બ્રાન્ચનો સંપર્ક કરો. મેનેજરને આ તમામ સમસ્યા અંગે વિગતવાર માહિતી આપો. જો ખોટા બેન્ક એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ખોટો નાંખવામાં આવ્યો છે, તો આ રકમ ઓટોમેટીક તમારા એકાઉન્ટમાં પરત આવી જશે.
માન્ય એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે તો... જો તમે ભૂલથી માન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો તમારા એકાઉન્ટમાં પૈસા પરત આવવામાં થોડો સમય લાગી શકે છે. આ પ્રકારના અમુક કેસમાં પૈસા પરત મેળવવામાં મહિનાઓનો સમય લાગી શકે છે. આ પૈસા કઈ બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા છે, તે અંગે બેન્ક પાસેથી તમે માહિતી મેળવી શકો છો. કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે, તેની તમને જાણકારી મળી શકે છે. ખોટા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ પૈસા પરત મેળવવા માટે બેન્ક તે ખાતાધારક પાસેથી મંજૂરી મેળવશે. જો તે ખાતાધારક પૈસા આપવા માટે તૈયાર થાય, તો 7 દિવસમાં તમારા પૈસા પરત આવી શકે છે. જો ખાતાધારક અન્ય બ્રાન્ચનો છે, તો તમારે તે બ્રાન્ચમાં જઈને બેન્ક મેનેજરને મળીને આ સમસ્યા અંગે વાત કરવાની રહેશે.
કેસ દાખલ કરો જો ખાતાધારક તમને પૈસા પરત આપવાની ના પાડે તો તમે તે ખાતાધારક સામે કેસ દાખલ કરી શકો છો. કેસ દાખલ કરીને તમે પૈસા પરત મેળવી શકો છો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના દિશાનિર્દેશો અનુસાર લાભાર્થીના ખાતાની યોગ્ય જાણકારી આપવી, તે લિંકરની જવાબદારી છે. તમારે આઈડી પ્રૂફ, એડ્રેસ અને બેન્ક તરફથી માંગવામાં આવેલ અન્ય જાણકારી પણ આપવાની રહેશે. જો લિંકર આ પ્રકારની ભૂલ કરે છે, તો તે માટે બેન્ક જવાબદાર નથી.
RBIની સલાહ જ્યારે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે ફોન પર એક મેસેજ મળે છે. આ મેસેજમાં લખ્યું હોય છે, કે આ ટ્રાન્ઝેક્શન ખોટું છે, તો આ નંબર પર મેસેજ કરો. RBIના દિશાનિર્દેશ અનુસાર જો આ પ્રકારની કોઈ ભૂલ થાય છે, તો બેન્કે તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે. ખોટા ખાતામાંથી યોગ્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે બેન્ક જવાબદાર હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર