OTP ચોરી કરીને તમારા બૅન્ક ખાતામાંથી આ રીતે થઇ રહી છે છેતરપિંડી

News18 Gujarati
Updated: November 13, 2019, 1:33 PM IST
OTP ચોરી કરીને તમારા બૅન્ક ખાતામાંથી આ રીતે થઇ રહી છે છેતરપિંડી
છેતરપિંડીની આ છે બીજી રીત

ઑનલાઇન બૅન્કિંગ ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણે ઑનલાઇન ખરીદી કરતી વખતે તમારે વધુ અલર્ટ રહેવાની જરૂર છે.

  • Share this:
ઑનલાઇન બૅન્કિંગ ફ્રોડના માલમામાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણે ઑનલાઇન ખરીદી કરતી વખતે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. હવે ઑનલાઇન ખરીદી બે પગલામાં થાય છે. ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ સિસ્ટમ સૌથી સલામત પદ્ધતિ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તે નથી. તાજેતરમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં છેતરપિંડી કરનારાઓએ ચાલાકીથી બૅન્ક ગ્રાહકો પાસેથી ઓટીપી માંગ્યો હતો અથવા તેમનો સ્માર્ટફોન હેક કરીને ઓટીપી નંબરની ચોરી કરી હતી.

છેતરપિંડી કરનારાઓએ ઓટીપી મેળવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ બૅન્કમાં જઇ રહ્યા છે અને રજિસ્ટર્ડ ફોન નંબર બદલી રહ્યા છે, એમ કહીને કે તેઓ સાચા ખાતાધારકો છે. એકવાર નંબર બદલાયા પછી તેમના મોબાઈલમાં ઓટીપી શરૂ થાય છે અને ત્યારબાદ થોડી સેકન્ડમાં ઍકાઉન્ટ ખાલી થઈ જાય છે.

આ પણ વાંચો: હોમ લોન લેવાની તૈયારીમાં છો તો જાણી લો આ વાત, શું છે બૅન્કના વ્યાજદર

છેતરપિંડીની આ છે બીજી રીત

ઓટીપી છેતરપિંડી માટે બૅન્કોમાં નોંધાયેલા મોબાઈલ નંબર બદલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. છેતરપિંડી કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેઓ મોબાઇલ ઓપરેટર પાસેથી ડુપ્લિકેટ આઈડી પ્રૂફ એકત્રિત કરેીને ડુપ્લિકેટ સિમ મેળવે છે. મોબાઈલ ઑપરેટર નવુ સિમ રજૂ થતાંની સાથે જ જૂની સિમને ડિએક્ટિવ કરી દે છે. આ રીતે ગુનેગારો ફરીથી ડુપ્લિકેટ સિમ પર ઓટીપી માંગે છે અને ખાતામાંથી પૈસા ઉપાડે છે.

કેવી રીતે બચશો બૅન્કિંગ છેતરપિંડીથી
Loading...

>> એન્ટી વાયરસ અને નવીનતમ સુરક્ષા પગલાંનો ઉપયોગ કરો
>> તમારો પાસવર્ડ મજબૂત બનાવો અને બદલાતા રહો
>> 'ફિશિંગ' અને 'વિશિંગ' થી સાવધાન રહો
>> તમારી નવીનતમ માહિતી બૅન્કને આપો
>> સુરક્ષિત નેટવર્કથી જ બૅન્ક ખાતાને એક્સેસ કરો
First published: November 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...