ડુંગળીની સરકારી કિંમત કિલોના 22 રુપિયા પણ લોકોને મળી રહી છે 70 રુપિયામાં

પ્રતિકાત્મક તસવીર

દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટા શહેરોમાં ડુંગળીની કિંમત 70 રુપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ રહી છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને (Ram Vilas Paswan)મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ડુંગળીની ઉપલબ્ધતા અને કિંમતોની જાણકારી આપતા કહ્યું હતું કે સરકાર લોકોને મોંઘવારીથી રાહત આપતા હવે માત્ર 22 રુપિયા પ્રતિ કિલોની કિંમતથી ડુંગળી આપવામાં આવી રહી છે. જોકે રિટેલમાં હજુ પણ કિંમતો 70 રુપિયા પ્રતિ કિલો છે. કેન્દ્ર સરકાર તરફથી નાફેડ અને રાજ્ય સરકાર તરફથી વિશેષ સ્ટોલ બનાવીને ડુંગળી વેચવામાં આવી રહી છે. આમ છતા લોકોને મોંઘી ડુંગળીથી રાહત મળતી નથી.

  સરકાર તરફથી 22 રુપિયા પ્રતિ કિલો ડુંગળી ઉપલબ્ધ કરાવ્યા છતા રિટેલ બજારમાં તેની કિંમતો ઓછી થવાનું નામ લેતી નથી. દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટા શહેરોમાં ડુંગળીની કિંમત 70 રુપિયા પ્રતિ કિલો સુધી મળી રહી છે. આ સિવાય ઘણા રાજ્યોમાં કેન્દ્રીય કોટાથી મળી રહેલી ડુંગળી સમય પર મળી રહી નથી. જેના કારણે કિંમતોમાં તેજી બનેલી છે.

  આ પણ વાંચો - દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ  સરકાર અત્યાર સુધી 18 હજાર ટન ડુંગળી આયાત કરી ચુકી છે. આ બધા પ્રયત્નો છતા અત્યાર સુધી ફક્ત 2000 ટન ડુંગળીનું વેચાણ થયું છે. કિંમતો પર કાબુ મેળવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આ માટે સરકારે વિદેશોમાં મોટી માત્રામાં ડુંગળીનો ઓર્ડર આપ્યો છે.

  રામવિલાસ પાસવાને કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં 12000 ટન ડુંગળી આયાત કરી છે. અસમ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સાએ શરુઆતમાં ક્રમશ 10,000 ટન, 3480 ટન, 3000 ટન અને 100 ટન ડુંગળીની માંગણી કરી હતી. જોકે સંશોધિત માંગમાં આ રાજ્યોથી આયાત કરેલ ડુંગળી ખરીદવાની ના પાડી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published: