ડુંગળીનો ભાવ ફરી પહોંચ્યો 80 રુપિયા, જાણો કિંમત વધવાનું કારણ

News18 Gujarati
Updated: November 5, 2019, 5:00 PM IST
ડુંગળીનો ભાવ ફરી પહોંચ્યો 80 રુપિયા, જાણો કિંમત વધવાનું કારણ
ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને

ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને પહોંચ્યો છે. સોમવારે છૂટકમાં ડુંગળી 70-80 રૂપિયામાં વેચાઇ છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે.

  • Share this:
ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને પહોંચ્યો છે. સોમવારે છૂટકમાં ડુંગળી 70-80 રૂપિયામાં વેચાઇ છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. લોકોને વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં પણ આ જ રીતે વધારો થયો હતો. ત્યારબાદ બાદ પ્રજાને રાહત આપવા વહીવટી તંત્રએ કાઉન્ટરો ખોલવા પડ્યા હતા. હવે નવેમ્બર મહિનામાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.

સરકાર દ્વારા સપ્લાયમાં સતત વધારાને કારણે ભાવ ઘટ્યાના બે દિવસ બાદ લાસલગાંવ મંડીમાં ડુંગળીના ભાવ 10 ટકા વધીને ચાર વર્ષના ઉંચા 55.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. હાલમાં દેશભરના રિટેલ બજારોમાં ડુંગળી 70 થી 80 કિલોની વચ્ચે વેચાઇ રહી છે અને ટૂંક સમયમાં 100 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.ડુંગળીના ભાવ પર સરકાર નજર રાખી રહી છે. ડુંગળીના સતત વધતા ભાવોને પગલે યાર્ડમાં વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં ડુંગળીના ભાવની ચર્ચા તેમજ ભાવ પર અંકુશ મેળવવાની ચર્ચા કરવામાં આવી હતી.ડુંગળી 25 રૂપિયામાં કિલો મળતી હતી, તે ડુંગળીના ભાવ છૂટક બજારમાં 80 રૂપિયાએ પહોંચ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે ડુંગળીની આવક બંધ થઇ છે. જેને કારણે ગુજરાતમાં ઉત્પાદન થતી ડુંગળી પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર એક્સપોર્ટ થઇ રહી છે, જેથી ભાવમાં વધારો થયો છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading