મોટા સમાચાર! ડુંગળી સસ્તી કરવા અમિત શાહે બોલાવી હાઈ લેવલ મીટિંગ

News18 Gujarati
Updated: November 22, 2019, 8:57 PM IST
મોટા સમાચાર! ડુંગળી સસ્તી કરવા અમિત શાહે બોલાવી હાઈ લેવલ મીટિંગ
અમિત શાહ (ફાઈલ ફોટો)

1 અઠવાડીયા પહેલા ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા હતા.

  • Share this:
ડુંગળીની કિંમતોને કાબુ કરવાને લઈ ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં મંત્રીઓની બેઠક ચાલી રહી છે. તેમાં ડુંગળીની અચતને પહોંચીવળવા માટેની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. સાથે જ કેવી રીતે કિંમતો પર કાબુ મેળવી શકાય તેના પર પણ નવી સ્ટ્રેટજી પર વાતચીત થવાની આશા છે.

તમને જણાવી દઈએ કે, બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકારે આયાત કરવાના નિર્ણયને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 1.2 લાખ ટન ડુંગળીની આયાતના સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ડુંગળીની નિકાસ પર રોક લગાવ્યા બાદ પણ ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી ડુંગળીની કિંમતોમાં જોરદાર તેજી આવી છે. હાલમાં કેટલીક જગ્યાઓ પર શાક માર્કેટમાં ડુંગળીના ભાવ 60 રૂપિયા કિલોથી ઉપર ચાલી રહ્યા છે. દિલ્હીમાં 1 અઠવાડીયા પહેલા ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા હતા.

ડુંગળના મુદ્દા પર મહત્વની બેઠક ચાલુ - ડુંગળીની કિંમતો પર થઈ રહેલી બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને મંત્રાલયના મોટા નેતા સામેલ છે.

સરકારે ઉઠાવેલા પગલા - ખરીફ સત્ર 2019-20માં ડુંગળીનું ઉત્પાદન 26 ટકા ઓછુ થયું હતું. આ કારણથી ડુંગળીની સપ્લાય ઘટી ગઈ અને કિંમતો સાતમા આસમાન પર પહોંચી ગઈ. સરકારે આયાત સુનિશ્ચિત કરવા સિવાય નિકાસ પર પ્રતિબંધ કરવા, ભંડારની સીમા નક્કી કરવા સહિત અનેક પગલા ઉઠાવ્યા.

કેમ મોંઘી થતી ગઈ ડુંગળી - ચોમાસાની સિઝનના અંતમાં થયેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાન પહોંચ્યું. એવામાં ડુંગળીની સપ્લાય ઘટી ગઈ અને કિંમતો સાતમા આસમાને પહોંચી ગઈ. જેથી હવે સરકાર અફઘાનિસ્તાન, મિસ્ર, તુર્કિ અને ઈરાનમાંથી ડુંગળીની ખરીદી કરશે.તમને જણાવી દઈએ કે, ભારત દુનિયામાં ડુંગળીના સૌથી મોટા નિકાસકારમાં એક છે. બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત કેટલાએ દેશોમાં ભારત ડુંગળીની નિકાસ કરે છે.
First published: November 22, 2019, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading