હજુ વધુ મોંઘી થઈ શકે છે ડુંગળી, તુર્કીએ એક્સપોર્ટ પર બ્રેક મારી : Report

ડુંગળી હવે ચોધાર આંસું રોવડાવશે! ભાવમાં હજુ 15 ટકા વધારો થવાની ભીતિ

ડુંગળી હવે ચોધાર આંસું રોવડાવશે! ભાવમાં હજુ 15 ટકા વધારો થવાની ભીતિ

 • Share this:
  નવી દિલ્હી : ડુંગળીના ભાવ (Onion Price) માં ફરી એકવાર 15 ટકા સુધીની તેજી આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તુર્કી (Turkey) એ ડુંગળી એક્સપોર્ટ (Onion Export) બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે ભાવોમાં ફરી એકવાર ઉછાળો આવી શકે છે. આ દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય ભંડારોમાં વિદેશથી આયાત કરવામાં આવેલી ડુંગળી (Imported Onion) મળવાનું શરૂ થઈ ગયું છે. મંગળવારે દિલ્હીના કેન્દ્રીય ભંડારોમાં લોકોએ હાથોહાથ લાઇન લગાવીને ડુંગળી ખરીદી. બુધવારથી મધર ડેરીના સફર સ્ટોર પર ડુંગળી મળવાનું શરૂ થયું. હાલ દિલ્હીમાં ડુંગળી છૂટક ભાવ 120-140 રૂપિયા કિલો છે. દિલ્હીમાં લગભગ 50 ટન એક્સપોર્ટ ડુંગળી પહોંચે છે. દેશમાં લગભગ 790 ટન ડુંગળીની આયાત થાય છે.

  ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ડુંગળીના આસમાન પહોંચેલા ભાવોને નીચે લાવવા માટે સરકારે તુર્કી અને ઈજિપ્ત પાસેથી ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ મુજબ, આંકડાઓથી જાણી શકાય છે કે ભારતે ચાલુ નાણાકિય વર્ષમાં 7,070 ટન ડુંગળીની આયાત કરી છે. તેમાંથી 50 ટકા તુર્કીથી મંગવવામાં આવી છે.

  વેપારીઓ મુજબ, ભારત તુર્કી પાસેથી ડુંગળી આયાત કરતું હોવાથી તુર્કીમાં ડુંગળીના ભાવ વધી ગયા છે. તેથી તુર્કીએ ડુંગળીની નિકાસ રોકવાનો નિર્ણય લીધો છે.

  આ પણ વાંચો, ચોરી થયેલી ગાડીઓ હવે સરળતાથી શોધી લેવાશે, સરકાર લાવી આ નવો નિયમ

  બીજી તરફ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મોટા હૉલસેલ ડીલર સુરેશ દેશમુખે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તુર્કીમાં ડુંગળીની ઘટ થયા બાદ ત્યાંની સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમુખ અને અન્ય વેપારીઓનું કહેવું છે કે આ નિર્ણયના કારણે ડુંગળીના ભાવોમાં તેજી આવશે.

  જોકે, અનેક લોકોએ ડુંગળીના ભાવ વધવાની વાતનો ઇન્કાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે ડુંગળીના વધુ કન્સાઇમેન્ટ રસ્તામાં છે. તેનાથી સ્થાનિક આપૂર્તિ સુધારવામાં મદદ મળશે. 2019-20ના (જુલાઈથી જૂનમાં ખરીફ ઉત્પાદનમાં 25 ટકા આવવાનું અનુમાન છે. મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ચોમાસું વિલંબથી આવ્યું અને અતિવૃષ્ટિ થવાના કારણે ડુંગળીનું ઉત્પાદન નીચે આવ્યું છે.

  આ પણ વાંચો, ટ્રેનમાં આટલાં મોઘાં થશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, રેલ મંત્રાલયે ભાવ વધારવા IRCTCને મંજૂરી આપી
  Published by:Mrunal Bhojak
  First published: