કિલો ડુંગળીના 100 રૂપિયા! સરકારે કડક પગલા લેવાનો આદેશ આપ્યો

વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી થવાના કારણે ભાવમાં વધારો થયો છે

News18 Gujarati
Updated: November 6, 2019, 1:11 PM IST
કિલો ડુંગળીના 100 રૂપિયા! સરકારે કડક પગલા લેવાનો આદેશ આપ્યો
ન્યૂઝ18 ક્રિએટિવ
News18 Gujarati
Updated: November 6, 2019, 1:11 PM IST
નવી દિલ્હી : દેશમાં ડુંગળી (Onion Price Today)ની વધતી કિંમતોને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર (Government of India) ફુલ એક્શનમાં આવી ગઈ છે. કન્ઝ્યૂમર અફેર્સ (Consumer Affairs) મામલાના મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર અન્ય દેશો પાસેથી ડુંગળી (Onion Import)ની આયાત વધારશે, જેથી તેની કિંમતોમાં ઘટાડો આવે. નોંધનીય છે કે, દેશભરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. એવામાં દેશભરમાં ડુંગળીના ભાવ અને ઉપલબ્ધતા વિશે સમિતિએ સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

સરકારે આપ્યા આ આદેશ

>> કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી અને ઈરાનથી ડુંગળીની આયાત વધારવામાં આવશે. આ દેશો પાસેથી ડુંગળી ખરીદવા માટે સરકાર ફેસિલિટેટરની ભૂમિકા નિભાવશે, જેથી ડુંગળીની આપૂર્તિ વધારી શકાય.

>> નેફેડને નિર્દેશ આપવામાં આવ્યા છે કે દિલ્હીમાં ડુંગળીની આપૂર્તિ વધારે. મધર ડૅરીને સફળ સ્ટોર્સના માધ્યમથી ડુંગળીની આપૂર્તિ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
>> નેફેડના એમડી નાસિક જશે અને ડુંગળીના સ્ટૉકનું નિરીક્ષણ કરશે. નાસિકથી દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારમાં ડુંગળીની આપૂર્તિ વધારવાનો પ્રયાસ કરશે.
>> બે ઇન્ટર-મિનિસ્ટ્રી ટીમ 6 અને 7 નવેમ્બરે કર્ણાટક અને રાજસ્થાન જશે. ડુંગળીન સ્ટૉકથી દિલ્હી-એનસીઆરમાં ડુંગળીની આપૂર્ત‍િ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.
Loading...

>> રાજસ્થાન સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ ડુંગળીની આપૂર્તિ વધારવામાં આવશે. હાર્વેસ્ટિંગ શરૂ થઈ ચૂકી છે.
>> દિલ્હી સરકારને પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટર-મિનિસ્ટ્રી ટીમમાં સામેલ થઈને કર્ણાટક અને રાજસ્થાન જાય. દિલ્હી સરકારને કહેવામાં આવ્યું છે કે, તેઓ વેપારીઓની સાથે બેઠક કરે અને તેમને પ્રોત્સાહન આપવા માટે તેઓ વધુ ડુંગળી ઉઠાવે.
>> નફાખોરી અને કિંમતના અનુમાન લગાવવા સંબંધી પ્રક્રિયાને પ્રોત્સાહન ન આપવાની વાત પણ દિલ્હી સરકાર વેપારીઓને કરશે.

ડુંગળી કેમ મોંઘી થઈ?

વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી થવાના કારણે ભાવમાં વધારો થયો છે. તેની પાછળ વરસાદ કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાસલગામ માર્કેટમાં ડુંગળીનો ભાવ વધીને ચાર વર્ષના ઉચ્ચ સ્તર 55.50 રૂપિયા પ્રતિ કિલો આવી ગઈ. હાલના સમયમાં ડુંગળી દેશભરના રિટેલ બજારોમાં 80થી 100 રુપિયા કિલોગ્રામની વચ્ચે વેચવામાં આવે છે.

આ પણ વાંચો,

આ કારણે ભારતીયોનો Gold સાથે મોહભંગ થયો, 3 વર્ષમાં સૌથી ઓછી ખરીદી
દેશની સૌથી મોટી બેંક SBIની 2568 બ્રાંચ પર આ કારણે લાગ્યા તાળા
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...