ONGCમાં હજારો પદો પર થઈ રહી છે ભરતી, અરજી કરવાની આજે છેલ્લી તારીખ

ONGCમાં 4182 પદો માટે અરજી કરવાની આજે છેલ્લી તક, જાણો અરજી કરવાની તમામ પ્રક્રિયા

ONGCમાં 4182 પદો માટે અરજી કરવાની આજે છેલ્લી તક, જાણો અરજી કરવાની તમામ પ્રક્રિયા

  • Share this:
    Sarkari Naukri, ONGC Apprentice Recruitment 2020: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (Oil and Natural Gas Company, ONGC)માં અનેક પદો માટે વેકન્સી બહાર પાડી છે. આ વેકન્સી અનેક ટ્રેડ્સમાં અપ્રેન્ટિસના પદો માટે છે. પદોની કુલ સંખ્યા 4182ની છે. આ પદો પર ભરતી માટે ડિપ્લોમા હોલ્ડર્સ અરજી કરી શકે છે. આ પદ પર અરજી માટે આજનો દિવસ જ બચ્યો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે.

    પદોની વિગત (Details of Post)

    ઉત્તર ક્ષેત્ર- 228 પદ
    મુંબઈ સેક્ટર- 764 પદ
    પશ્ચિમ સેક્ટર- 1579 પદ
    પૂર્વ ક્ષેત્ર- 716 પદ
    દક્ષિણ ક્ષેત્ર- 674 પદ
    સેન્ટ્રલ સેક્ટર- 221 પદ

    શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

    અરજી કરવા માટે અલગ-અલગ પદો માટે અલગ-અલગ યોગ્યતા નિર્ધારિત કરવામાં આવી છવે. સંબંધિત ટ્રેડમાં ગ્રેજ્યુએટ કે આઈટીઆઈ ડિપ્લોમા હોવું જરૂરી છે. નોંધનીય છે કે, એકાઉન્ટન્ટ માટે કોમર્સમાં ગ્રેજ્યુએટ હોવું જરૂર છે જ્યારે આસિસ્ટન્ટ HR માટે B.A. અને B.B.A.ની ડિગ્રી હોવી જરૂરી છે. સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ માટે સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ ટ્રેડમાં IIT હોવું જોઈએ. બીજી તરફ, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે PCM અને PCBથી B.Sc.ની ડિગ્રીની સાથે લેબ આસિસ્ટન્ટ ટ્રેડમાં IIT હોવું આવશ્યક છે. અન્ય તમામ પદો માટે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ હોવું જરૂરી છે.

    આ પણ વાંચો, પ્રેમિકાને મળવા ચૂપચાપ તેના ઘરે ગયો હતો યુવક, ગામ લોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

    ઉંમર મર્યાદા (Age Limit)

    આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. જ્યારે SC/ST વર્ગના ઉમેદવારોને તેમાં છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીના આ ‘7 અનોખા રેકોર્ડ’ જે કદાચ ક્યારેય નહીં તૂટે!

    કેવી રીતે કરશો અરજી (How to Apply)?

    જે ઉમેદવાર આ પદો પર અરજી કરવા માંગે છે તે 17 ઓગસ્ટ 2020 સુધીમાં ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ- ongcapprentices.ongc.co.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારને મેરિટ લિસ્ટના આધારે પસંદ કરવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published: