કોરોનાએ લોકોને આપ્યું બચત અને રોકાણનું બ્રહ્મજ્ઞાન, આવી રીતે આર્થિક વ્યવહાર સંભાળો
કોરોનાએ લોકોને આપ્યું બચત અને રોકાણનું બ્રહ્મજ્ઞાન, આવી રીતે આર્થિક વ્યવહાર સંભાળો
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
મુંબઈ સ્થિત વેલ્યુક્યુરવે ફાઇનાન્સિયલ સોલ્યુશન્સના સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર હર્ષિલ મોરઝારીયા કહે છે કે, જો તમે નોકરી કરતા હોવ તો છ મહિના ખર્ચ ચાલે તેવી રકમ અલાયદી સેવ કરો.
મનીકંટ્રોલ: કોરોના મહામારી (Corona Pandemic) ફાટી નીકળ્યાને એક વર્ષથી વધુ સમય થવા આવ્યો છે. કોરોના મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. મહામારીથી આર્થિક પડકારો પણ ઊભા થયા છે. લોકડાઉન (Lockdown)ના કારણે વિશ્વમાં કરોડો લોકોએ નોકરી પણ ગુમાવી દીધી (Job Loss) હતી. નોકરી ગુમાવી હોવાના અનેક કિસ્સા છે, ગોવિંદ શાહ (નામ બદલ્યું છે) નામના એક વ્યક્તિએ ગત ડિસેમ્બર મહિનામાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ પદેથી નોકરી ગુમાવી હતી. તેના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ઘણા પરિવારોને લોકડાઉન લાગ્યા બાદ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પગારમાં પણ ઘટાડો થયો હતો.
આવો માત્ર એક નહીં અનેક કિસ્સા બન્યા છે. હર્ષ કેલકર નામના વ્યક્તિને પણ મહામારીના કારણે મુશ્કેલી સર્જાઇ હતી. તેને નોકરી ગુમાવવી પડી નહોતી, પરંતુ પગાર અડધો થઈ ગયો હતો. જેથી હપ્તા ભરવા સહિતના પ્રશ્ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમુક લોકોએ લાંબા સમયથી બચાવીને રાખેલા પૈસા પણ કોરોના મહામારીના કારણે ખર્ચ થઇ ગયા હતા. આવકમાં ઘટાડો થતાં ખર્ચમાં કાપ મૂકવો પડ્યો હતો. સતત ત્રણ થી વધુ મહિના સુધી આવી પડેલી લોકડાઉનની આફત સાથે મહામારીએ વિકટ સ્થિતિ સર્જી હતી.
ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક, પંકજ મથપાલ કહે છે. નોકરી અથવા આવકમાં થયેલા નુકસાન તરફ ધ્યાન આપવું જોઈએ. મુંબઈ સ્થિત વેલ્યુક્યુરવે ફાઇનાન્સિયલ સોલ્યુશન્સના સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર હર્ષિલ મોરઝારીયા કહે છે કે, જો તમે નોકરી કરતા હોવ તો છ મહિના ખર્ચ ચાલે તેવી રકમ અલાયદી સેવ કરો. જો તમે ઇમરજન્સી ફંડને વાપરી નાખો તો તેનું ફરીથી નિર્માણ કરી શકો છો. બચત ઓછી હોય તો વિવેકપૂર્ણ ખર્ચ કરો. તમારી રોકડ રકમ ઉભી કરવા માટે લિક્વિડ, અલ્ટ્રા-શોર્ટ-ટર્મ ફંડ્સ અથવા તો ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરો.
મુંબઇ સ્થિત એનિમેશન પ્રોફેશનલ વિનય ચુપલે ગત માર્ચમાં આરોગ્ય વીમા કવચ રૂ. 5 લાખથી વધારીને 10 લાખ કરી દીધું હતું. જે ફેમિલી ફ્લોટર કવર હતું. ડિસેમ્બરમાં તેમને સંક્રમણ લાગ્યું, ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે વીમાના કારણે બીલમાં રાહત થઈ હતી.
કોરોના મહામારીમાં સારવાર મેળવવા માટે વીમા કવચ મહત્વનું બની ગયું હતું. અનેક પરિવારો એવા હતા જેમણે વીમા કવચ લીધું હતો જેથી જ્યારે કોરોના સંક્રમણ લાગ્યું ત્યારે તેમના ઉપર વધુ ખર્ચનો બોજ પડ્યો નથી.
દરમિયાન કોરોના મહામારીના કારણે બેંકોએ હોમલોન સહિતની લોનના વ્યાજ દર પણ ઘટાડી દીધા હતા. 75 લાખ સુધીની હોમલોનમાં 1 માર્ચથી હોમ લોનના દર 6.8થી ઘટાડી 6.7 કરાયા હતા. લૉન માટેની ફી પણ ઘટાડાઇ હતી. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા વ્યાજ દરમાં 10 બેઝ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો.
કોરોનાની કપરી મહામારીમાં વ્યાજમાં જતી રકમ બચાવી પણ મોટી બાબત છે. જો વ્યાજ દરમાં ઘટાડો થયો હોય અને તમે જ્યાંથી ધીરાણ લીધું તે બેંક અથવા સંસ્થા આ વ્યાજ દરમાં ઘટાડાનો લાભ તમને ન આપે તો અન્ય બેંક અથવા ધિરાણ સંસ્થા તરફ નજર દોડાવવી જોઈએ. આ ખાસ કરીને જો તમારી હોમ લોન એમસીએલઆર એટલે કે જૂની બેઝ રેટ અથવા માર્જિનલ કોસ્ટ સાથે જોડાયેલી હોય તો બેંક સાથે સંપર્ક કરવો જોઈએ.
આવા અનેક લોકો છે જેમણે ઘટેલા વ્યાજદરનો લાભ લીધો છે. 33 વર્ષના યોગેશ મિસ્ત્રીએ જાન્યુઆરીમાં તેની બેંક સાથે વાતચીત કરી હતી અને તેનું વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 7.25 ટકા કરાયું હતું. જેથી મહિને રૂ. 5000 બચ્યા હતા. અલબત્ત નિષ્ણાતોનું માનવું છે કે, હપ્તાની રકમ ઘટાડયા કરતા લોનની અવધી ઘટાડવી જોઈએ. માયમનીમંત્રના સ્થાપક રાજ ખોસલા કહે છે કે કુલ હપ્તા અમારી માસિક આવકના 50 ટકાથી વધુ ન હોવા જોઈએ.
નિયમિત રોકાણ કરવાનું ભૂલશો નહીં
મુંબઈ સ્થિત અભિષેક જાજુ કહે છે કે, મેં કોરોના મહામારી દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો હતો. જે બાદમાં મેં દર મહિના 10 હજાર રૂપિયાની રિકરિંગ ડિપોઝિટ શરૂ કરી છે. "મેં હાલ એક વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ કરી છે. હું મારી હોમ લોનના પ્રી-પેમેન્ટ માટેની વ્યવસ્થા કરી રહ્યો છું." મોરઝારીયા કહે છે કે, નાણાભીડ અને સ્વાસ્થ્ય ઇમરજન્સી વખતે પણ રોકાણ ચાલું જ રહે છે જરૂરી છે.
લેડર 7 ફાઇનાન્સિયલ એડ્વાઇઝર સુરેસ સદાગોપાલે જણાવ્યું કે, "લોનની ચૂકવણી માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ન ઉપાડી લો. જો નિવૃત્તિને વર્ષોની વાર હોય તો આવું કરી શકાય છે. તમારી નિવૃત્તિની પૂંજીને ઉપાડી લેવી ખરેખર ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તમે 45-50 વર્ષની ઉંમર બાદ ચિંતા કરવા લાગશો. કારણ કે તમને માલુમ પડશે કે નિવૃત્તિ બાદની જિંદગી માટે તો કંઈ બચ્યું જ નથી." (લેખ: Hiral Thanawala & Preeti Kulkarni, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર