'One Nation, One Tax' નો પ્રારંભ તો મહારાજા સયાજીરાવ 135 વર્ષ પહેલાં કરી ચુક્યા હતા !

વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીના રેર પુસ્તક વિભાગમાં ઉપલબ્ધ બે પુસ્તકમાં ઇનકમટેક્સને લગતી આ વિગતો ઉપલબ્ધ છે.

આવતીકાલે એનડીએ સરકારનું અંતિમ બજેટ પ્રસ્તુત થશે ત્યારે જાણો કેવી રીતે બરોડા સ્ટેટના તત્કાલીન મહારાજાએ ખરા અર્થમાં 'વન ટેક્સ વન નેશન'નું સૂત્ર સાર્થક કરતા એક સાથે 102 પ્રકારના વેરા નાબુદ કરી ઇનકમટેક્સ અમલમાં મૂક્યો હતો

 • Share this:
  જય મિશ્રા
  આવતીકાલે દેશમાં નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ પ્રસ્તુત થશે. આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જ્યારે સમગ્ર દેશની મીટ ઇનકમટેક્સ સહિતના બજેટની રાહતો અને વેરાઓ પર લાગેલી છે, ત્યારે તત્કાલીન બરોડા સ્ટેટની ઇનકમટેક્સ પોલિસી જાણવા જેવી છે.

  હાલમાં દેશમાં છેલ્લા કેટલાક સમયથી 'વન નેશન વન ટેક્સ'ની જીએસટીના સંદર્ભમાં વાતો થઈ રહી છે, ત્યારે લોકોને જાણીને આશ્ચર્ય થશે કે વન નેશન વન ટેક્સનો ખરો અમલ આજથી 135 વર્ષ પહેલાં બરોડાના તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી નાખ્યો હતો.

  પુસ્તક 'વડોદરાનું બંધારણ'માં વેરા વિષયના ચેપ્ટરમાં ઉલ્લેખ છે કે વડોદરામાં 102 પ્રકારના વેરા નાબુદ કરીને માત્ર એક ઇનકમટેક્સ અમલમાં મુકાયો હતો.


  બરોડા સ્ટેટમાં ખેતી અને બિનખેતી અને વેપારી વર્ગ પર જુદા જુદા પ્રકારના 102 જાતના વેરા લેવામાં આવતા હતા. અંગ્રેજોના વહિવટદારોની જુદી જુદી નીતિઓથી વિપરીત થઈને બરોડાના તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ 1886માં બરોડા સ્ટેટમાં 102 પ્રકારના વેરા રદ કરીને એક માત્ર આયપતવેરો (ઇનકટેક્સ) અમલમાં મૂક્યો હતો. આ વેરો પ્રાયોગીક ધોરણે બરોડાના પાદરા કસ્બામાં લાગુમાં કરવામાં આવ્યો હતો અને વર્ષ 1898માં સમગ્ર બરોડા સ્ટેટમાં તેનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: દેશમાં પાછલા 45 વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી 2017-18માં હોવાનો અહેવાલ

  ટેક્સ રિફોર્મ અને 'નવા ભારત'ની વાતો કરતા નીતિકારોએ આ ઇતિહાસ વાંચવા જેવો છે. સયાજીરાવ ગાયકવાના આ ટેક્સ રિફોર્મનો ઉલ્લેખ હાલમાં પણ બે પુસ્તકોમાં વાંચી શકાય છે. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આવેલા રેર બુક વિભાગમાં વડોદરા રાજ્યના તત્કાલીન ચીફ જસ્ટિસ રાવબહાદુર ગોવિંદરાવ હાથીભાઈ દેસાઈએ તૈયાર કરેલ પુસ્તક ' વડોદરા પ્રાન્ત' અને વિષ્ણુ પાંડુરંગ નેને દ્વારા લિખિત અને પ્રકાશિત પુસ્તક ' વડોદરા રાજ્યનું બંધારણ'માં ઉલ્લેખ છે.

  કેવું હતું ઇનકમટેકસનું સ્ટ્રક્ચર
  વડોદરા રાજ્યમાં ઇનકમટેક્સનો અમલ થયા પછી પણ શરૂઆતમાં રૂપિયા 300ની આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી માફી આપવામાં આવતી હતી અને પુસ્તક મુજબ, રૂપિયા 300થી વધુ આવક ધરાવતા લોકો પાસેથી રૂપિયા 10 ઇનકટેક્સ વસુલાતો હતો જેમાં આગળ જતા રૂપિયા 500ની આવક ધરાવતા લોકોને છુટ અપાતી હતી.

  આ પણ વાંચો: Budget 2019: શુક્રવારે જનરલ બજેટ નહીં, વચગાળાનું બજેટ જ રજૂ થશે

  ટેક્સની રકમમાં વધારે માફી અપાઈ
  વર્ષ 1907માં બરોડા સ્ટેટના તત્કાલિન મહારાજા સયાજીરાવે રાજ્યના સત્તા હાથમાં લીધી તેના 25 વર્ષની ઊજવણીના પ્રસંગે પ્રજાના કેટલાક હક્કો અને ઇનકમટેક્સમાં છુટછાટ આપી હતી. વર્ષ 1907થી ઇનકમટેક્સ મુક્તિની મર્યાદા રૂપિયા 500થી વધારીને રૂપિયા 750 કરી નાંખવામાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published: