મોબાઇલ નંબરની જેમ રેશનકાર્ડની થશે પોર્ટેબિલિટી,14 રાજ્યમાં શરુ થશે સુવિધા

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન, (Minister for food, public distribution and consumer affairs) રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2020 થી 14 રાજ્યમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી લાગુ કરવામાં આવશે.

News18 Gujarati
Updated: September 4, 2019, 4:30 PM IST
મોબાઇલ નંબરની જેમ રેશનકાર્ડની થશે પોર્ટેબિલિટી,14 રાજ્યમાં શરુ થશે સુવિધા
જાન્યુઆરી 2020માં14 રાજ્યમાં શરુ થશે સુવિધા
News18 Gujarati
Updated: September 4, 2019, 4:30 PM IST
મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) ની જેમ હવે રેશન કાર્ડ પોર્ટેબિલિટી પણ પોર્ટ (Ration Card Portability) કરી શકાય છે. હવે જો તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાવ છો, તો તમે તમારા રેશનકાર્ડનો ઉપયોગ કરીને બીજા રાજ્યમાંથી સરકારી રેશન ખરીદી શકો છો. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2020 થી 14 રાજ્યોમાં રેશનકાર્ડ પોર્ટેબિલીટી લાગુ કરવામાં આવશે. 1 જૂન 2020 થી સમગ્ર દેશમાં વન નેશન વન રેશનકાર્ડ લાગુ કરવામાં આવશે.

દેશભરમાં 1 જૂન 2020થી લાગુ થશે

સરકાર આ પ્લાનનને આવતા વર્ષે 1 જૂનથી પૂરા દેશમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સમગ્ર દેશમાં લાગુ થયા પછી કોઈપણ રેશનકાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યની સરકારી રેશન શોપમાંથી રાશન ખરીદી શકશે.

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) મુજબ રેશની દુકાનથી 3 રુપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા અને 2 રુપિયા ઘઉ અને પીડીએસના માધ્યમથી બરછટ અનાજ માટે 1 રૂપિયાના દરે અનાજની સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો: હવે Aadhaarમાં ઘરે બેઠા બદલી શકશો ફોન નંબર અને ઘરનું એડ્રેસ


Loading...

ડિજિટલ માધ્યમનો થશે ઉપયોગ

આ પ્લાનના અમલ માટે દેશભરની સરકારી રેશન દુકાને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવી રહી છે. દેશના દરેક રેશનકાર્ડ ધરાવતા લોકોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા તેઓ કોઈપણ જગ્યાએથી તેમનું રેશન લઈ શકશે. કાર્ડ ધારકે તેની ઓળખ ફક્ત સાબિત કરવાની રહેશે. ખાદ્ય પ્રધાન રામ વિલાસ પાસવાનના જણાવ્યા અનુસાર સરકાર રેશનકાર્ડ ધારકોને ડિજિટલ માધ્યમથી જોડવાનું કામ વહેલી તકે પૂર્ણ કરશે. મંત્રાલયના સૂત્રો માને છે કે આ પ્લાનની સફળતા માટે ઇન્ટરનેટ સેવાઓની ગુણવત્તા જરૂરી છે.
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...