10 વર્ષમાં 1 લાખના થયા 41 લાખ, આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું 4000 ટકા રિટર્ન
10 વર્ષમાં 1 લાખના થયા 41 લાખ, આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું 4000 ટકા રિટર્ન
મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock)
Mindtree નામની IT કંપનીના શેરમાં રોકાણકારોને છેલ્લા 10 વર્ષમાં 4000 ટકા જેટલું બમ્બર રિટર્ન મળ્યું છે. 10 વર્ષ પહેલાં આ શેરનો ભાવ રૂ. 87.75 હતો, જે આજે રૂ.3355.40 સુધી પહોંચી ગયો છે
શેરબજાર (Stock Market)માં કોરોના કાળ દરમિયાન ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી છે. ઘણા રોકાણકારોને અસહ્ય નુકસાન તો કેટલાક રોકાણકરોને બખ્ખા થઈ ગયા છે. પરંતુ 10 વર્ષમાં 1 લાખ રૂપિયા 41 લાખ થઈ ગયા હોય તેવું સાંભળ્યું છે? આવું ખૂબ ઓછા કિસ્સામાં થાય છે.
તમે મલ્ટીબેગર સ્ટોક વિશે અવારનવાર સાંભળ્યું હશે. આ મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stock) રોકાણકારોને એક જ વર્ષમાં માલામાલ બનાવી રહ્યા છે. 2020ના એપ્રિલ મહિનામાં NSE નિફ્ટીની જેટલી સપાટી હતી તેના કરતાં અત્યારે બમણો થયો છે. આ દરમિયાન સ્મોલકેપ, મિડકેપ શેરોમાં ભારે તેજી જોવા મળી છે.
આ IT સ્ટોકમાં રોકાણકારોએ મેળવ્યું 4000 ટકાનું બમ્પર રિટર્ન- Mindtree નામની IT કંપનીના શેરમાં રોકાણકારોને છેલ્લા 10 વર્ષમાં 4000 ટકા જેટલું બમ્બર રિટર્ન મળ્યું છે. 10 વર્ષ પહેલાં આ શેરનો ભાવ રૂ. 87.75 હતો, જે આજે રૂ.3355.40 સુધી પહોંચી ગયો છે.
6 મહિનામાં મલ્ટીબેગર રિટર્ન- છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં Mindtreeના શેરની કિંમત રૂ.2930થી વધી 3355.40 સુધી પહોંચી છે. છેલ્લા એક મહિનામાં પણ તેમાં જોરદાર તેજી જોવા મળતા તેની કિંમત રૂ.2762.95થી વધી રૂ.3355.50 થઈ છે. છ મહિનામાં રોકાણકારોને આ સ્ટોકે માલામાલ કરી દીધા છે.
5 વર્ષના 486 ટકા રિટર્ન- 6 મહિના પહેલા આ કંપનીના શેરની કિંમત રૂ.1614.55 હતી. જે 107 ટકા વધીને 3355.40 સુધી પહોંચી છે. જોકે Mindtreeના શેરમાં રોકાણકારોને 1 વર્ષમાં 185 ટકા રિટર્ન મળ્યું છે અને 5 વર્ષમાં મળેલા રિટર્નની ટકાવારી 486 ટકા જેટલી તોતિંગ છે. 5 વર્ષમાં આ શેર રૂ. 569.25થી વધીને રૂ.3355.40 જેટલો થઈ ગયો હતો.
છેલ્લા 10 વર્ષમાં આ સ્ટોકે 4000%નું રિટર્ન આપ્યું છે. એક દસકામાં Mindtreeના શેર રૂ.81.75થી વધીને રૂ.3355.40 થયા છે. આ ગણતરી મુજબ જો તમે 10 વર્ષ પહેલા માઈન્ડટ્રી શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું મૂલ્ય 41 લાખ રૂપિયા હોત.
(Disclaimer: માર્કેટમાં મૂડીરોકાણ બજાર રિસ્ક જોખમને આધીન હોય છે. રોકાણકારો રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લે. News18.com તરફથી કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાતી નથી.)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર