Home /News /business /1 લાખને બનાવી દીધા 1 કરોડ, હજુ પણ ભારે વળતર આપી શકે આ શેર, બ્રોકરેજ ફર્મે કહ્યું- ખરીદી લો
1 લાખને બનાવી દીધા 1 કરોડ, હજુ પણ ભારે વળતર આપી શકે આ શેર, બ્રોકરેજ ફર્મે કહ્યું- ખરીદી લો
આ શેરમાં આવશે તેજી
મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટની વચ્ચે સીપીવીસી પાઈપ અને ફિટિંગ્સ બનાવનારી દિગ્ગજ કંપની એસ્ટ્રલના શેર આજે એક ટકાના ઉછાળા સાથે બંધ થયા. જો કે, લાંબાગાળામાં તેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. કરોડપતિ બનાવવા માટે એસ્ટ્ર્લે લાંબો સમય પણ નથી લીઘો. હવે માર્કેટ એક્સપર્ટ આમાં હજુ પણ વધારે તેજીની આશા રાખી રહ્યા છે.
નવી દિલ્હીઃ મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટની વચ્ચે સીપીવીસી પાઈપ અને ફિટિંગ્સ બનાવનારી દિગ્ગજ કંપની એસ્ટ્રલના શેર આજે એક ટકાના ઉછાળા સાથે બંધ થયા. જો કે, લાંબાગાળામાં તેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. કરોડપતિ બનાવવા માટે એસ્ટ્ર્લે લાંબો સમય પણ નથી લીઘો. હવે માર્કેટ એક્સપર્ટ આમાં હજુ પણ વધારે તેજીની આશા રાખી રહ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આમાં રોકાણ માટે 2295 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે, જે વર્તમાન ભાવથી 15 ટકા અપસાઈડ છે.
એસ્ટ્રલે 11 વર્ષમાં બનાવી દીધા કરોડપતિ
એસ્ટ્રલના શેર 13 જાન્યુઆરી 2012ના રોજ 18.10 રૂપિયાના ભાવ પર હતા. હવે તે 10,916 ટકાના ઉછાળા સાથે 1993.90 રૂપિયાના ભાવ પર છે એટલે કે તે સમયે આમાં લગાવવામાં આવેલા 1 લાખ રૂપિયા હવે 1.10 કરોડ બની ગયા છે.
ગત વર્ષે 20 જૂન 2022ના રોજ આ શેર 1,584 રૂપિયાના ભાવ પર હતા, જે એક વર્ષનું રેકોર્ડ લોવર લેવલ છે. ત્યારબાદ માત્ર અઢી મહિનામાં તે 68 ટકા ઉછળીને 9 સપ્ટે, 2022 સુધી 2,654 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. જો કે, પછી વેચવાલીના કારણે હવે તે 25 ટકા સુઘી તૂટી ગયા છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો અંદાજ છે કે, ત્રીજા ક્વાટર ઓક્ટો-ડિસે 2022ની સરખામણીએ ચાલૂ ક્વાટર જાન્યુ-માર્ચ 2023માં પાઈપ સેગમેન્ટમાં તેજી રહેશે. આ ઉપરાંત પીવીસીના ભાવ હવે સ્થિર થઈ ગયા છે, જ્યારે માર્જિન પણ ચાલૂ ક્વાટરમાં સામાન્ય થઈ શકે છે. એસ્ટ્રલને તેનો ફાયદો મળે તેવી આશા છે. આ ઉપરાંત એઢેસિવની કિંમતોમાં પણ ઘટાડો થયો છે, જેનાથી તેનું બિઝનેસ માર્જિન પણ સામાન્ય રહેવાની આશા છે. આ બધી જ બાબતોને જોતા બ્રોકરેજ ફર્મે તેને 2295 રૂપિયાની લક્ષ્ય કિંમત સાથે ખરીદીની સલાહ આપી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર