Home /News /business /કઈ તારીખે SIP રોકાણ કરો તો વધુ વળતર મળે? શું કહે છે વ્હાઇટઓક કેપિટલનું રિસર્ચ

કઈ તારીખે SIP રોકાણ કરો તો વધુ વળતર મળે? શું કહે છે વ્હાઇટઓક કેપિટલનું રિસર્ચ

મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ માટે શ્રેષ્ઠ તારીખ(ફાઈલ તસવીર)

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) કંપનીઓ તેમની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સ્કીમ્સમાં રોકાણ કરવા માટે વિવિધ તારીખો ઓફર કરે છે. અમુક રોકાણકારો તેમના પગારની ક્રેડિટના આધારે તારીખ પસંદ કરે છે. જયારે અન્ય લોકો મહિનાના છેલ્લા ગુરુવારની પસંદગી કરે છે, જ્યાં F&O સમાપ્ત થવાને કારણે અસ્થિરતા વધુ જોવા મળતી હોય છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) કંપનીઓ તેમની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સ્કીમ્સમાં રોકાણ કરવા માટે વિવિધ તારીખો ઓફર કરે છે. અમુક રોકાણકારો તેમના પગારની ક્રેડિટના આધારે તારીખ પસંદ કરે છે. જયારે અન્ય લોકો મહિનાના છેલ્લા ગુરુવારની પસંદગી કરે છે, જ્યાં F&O સમાપ્ત થવાને કારણે અસ્થિરતા વધુ જોવા મળતી હોય છે. જોકે, પ્રશ્ન એ થાય છે કે શું તમારું SIP ((() રોકાણ કરવા માટે શ્રેષ્ઠ તારીખ જેવું કંઈ હોય છે?

  વ્હાઇટઓક કેપિટલે 1996થી સપ્ટેમ્બર 2020 વચ્ચેના SIPનું અવલોકન કર્યુ


  વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે (MF) મહિનાની ચોક્કસ તારીખો માટે દૈનિક રોલિંગ આધારિત 10 વર્ષનું SIP એવરેજ રિટર્ન દર્શાવતા કેટલાક ડેટા બહાર પાડ્યા છે. આ માટે MF હાઉસે S&P BSE સેન્સેક્સ TRIને ધ્યાનમાં લીધું છે. આ વળતર વ્હાઇટઓક કેપિટલ (white oak capital)ના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 1996થી સપ્ટેમ્બર 2020 વચ્ચેના SIP (systematic investment plan) માટેનો છે.અવલોકન હેઠળના સમયગાળાના આધારે ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે વળતરમાં માત્ર નાના મોટા તફાવત પણ જોવા મળ્યા છે.

  આ પણ વાંચોઃ આ સરકારી કંપનીએ બોનસ શેરના આધારે 1 લાખને 2.77 કરોડમાં ફેરવ્યા, લાંબા ગાળાના રોકાણકારોને દમદાર વળતર આપ્યુ 

  વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે (white oak capital) જણાવ્યું હતું કે હપ્તાની રકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે, સરખામણી માટે ત્રણેય ફ્રીક્વન્સીમાં કુલ રોકાણ એકસરખું રહે અને તેથી વળતરમાં કોઈ મોટો તફાવત બતાવતું નથી. જો કે અહીં બોટમલાઈન એ છે કે SIP (systematic investment plan)ની તારીખો અને પસંદ કરેલા ફ્રીક્વન્સી કોર્પસ વધુ કે ઓછા સમાનરૂપે જનરેટ થાય છે.

  SIP બજારમાં કોઈપણ પ્રકારની અસ્થિરતાનો સામનો કરવા માટે સક્ષમ


  નિષ્ણાતોના મત અનુસાર, રોકાણકારોએ બજારના સમયને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરવો જોઈએ નહીં. SIP (systematic investment plan) એ બજારમાં કોઈપણ પ્રકારની અસ્થિરતાનો સામનો કરવા માટે સક્ષમ રીતે રચાયેલ છે. તેથી વ્યક્તિએ અનુકૂળતા મુજબ તારીખ પસંદ કરવી જોઈએ. SIP (systematic investment plan) એ રૂપિયાની એવરેજ કોસ્ટ પર કાર્ય કરે છે. આનાથી રોકાણકારો જ્યારે બજાર નીચું હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડના વધુ એકમો ખરીદી શકે છે, જેથી તે રોકાણની પ્રતિ-યુનિટ કિંમત ઘટાડે છે. જે રોકાણકારોને ફાયદો આપે છે.

  આ પણ વાંચોઃ હવે સ્ટાર્ટઅપને કોઈપણ ગેરંટી વગર મળશે લોન, 10 કરોડ રુપિયા સુધી હશે ક્રેડિટ લિમિટ

  SIP રોકાણના જોખમને ઘટાડે છે


  નિયમિતપણે રોકાણ કરીને અને નિશ્ચિત રકમ સુધી રોકાણને મર્યાદિત કરીને, SIPએ ખાતરી આપે છે કે, રોકાણકારોએ સારા સમયમાં તેમનું રોકાણ ઓવરબોર્ડ ન જાય તે માટે ખરાબ સમયે રોકાણ કરવાનું બંધ ન કરવું જોઈએ. બજારલક્ષી જરૂરિયાતને દૂર કરીને SIP ખોટા સમયે થતા રોકાણકારોના રોકાણના જોખમને ઘટાડે છે.

  બજાર ચક્રમાં લોભ અને ડરની લાગણીઓ દ્વારા સમયાનુસાર ચાલતી હોવાથી ઉત્તેજિત કરે છે. તેનો અર્થ એ છે કે કેટલીકવાર સ્ટોક્સ સસ્તા હોય છે, તો અમુકવાર તે ખૂબ મોંઘા હોય છે. પરંતુ સમય જતાં શેરો કમાણીની સંભાવના સાથે સારું એવું વળતર આપવાનું વલણ ધરાવે છે. તેથી, લાંબાગાળા માટે SIPમાં રોકાણ કરવાથી વિવિધ વેલ્યુએશન પર શેરોની ખરીદી સરેરાશે લાભ આપે છે.


  તેથી , SIPએ સમયાનુસાર બજારચક્ર પર મ્યુચ્યુઅલ ફંડના એકમો થકી લાંબાગાળે સંપત્તિમાં વધારો કરવાનો સરસ ઉપાય છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment રોકાણ, Mutual fund

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन