Gold Silver Price Today: સસ્તા થયા સોના-ચાંદી, કિંમતોમાં આવ્યો મોટો ઘટાડો, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

Gold Silver Price Today: સસ્તા ભાવે સોનું ખરીદવાની તક, જાણો આપના શહેરમાં આજે કેટલું થયું સસ્તું

Gold Silver Price Today: સસ્તા ભાવે સોનું ખરીદવાની તક, જાણો આપના શહેરમાં આજે કેટલું થયું સસ્તું

  • Share this:
    Gold Silver Price 24 August 2021: સોના અને ચાંદીની ફ્યૂચર ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવાર સવારે 9:48 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.22 ટકા એટલે કે 104 રૂપિયાના ઘટાડાની સાથે 47,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર 160 રૂપિયાના ઘટાડા સાથે સિલ્વર વાયદો 62,767 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.

    ગત કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સોનાના પ્રદર્શનમાં ઘટાડો આવ્યો છે.

    Global Marketsની વાત કરીએ તો અહીં આજે સોનું સસ્તું થઈ ગયું છે. હાજર સોનું 0.2 ટકાના ઘટાડાની સાથે 1,801.78 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે, જ્યારે ચાંદી 0.5 ટકાના ઘટાડાની સાથે 23.54 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. ડૉલર ઇન્ડેક્સ સોમવારે લગભગ 0.6 ટકાના ઘટાડા બાદ વધીને 93.043 પર પહોંચી ગયું હતું.

    IHS માર્કેટના ડેટાથી જાણવા મળે છે કે, ઓગસ્ટમાં અમેરિકન બિઝનેસ એક્ટિવિટી ગ્રોથ સતત ત્રીજા મહિને ધીમો રહ્યો છે. ક્ષમતાની કમી, આપૂર્તિની કમી અને ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટે ગયા વર્ષની મહામારી પ્રેરિત મંદીથી પરિવર્તનની ગતિને નબળી કરી દીધી છે.

    આ પણ વાંચો, EPFO: નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો, ભરવું પડશે માત્ર એક ફોર્મ

    24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 50,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નઈમાં 48,670 રૂપિયા, મુંબઈમાં 47,270 રૂપિયા અને કોલકાતામાં 49,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ,  સોમવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,790 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,050 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, LIC IPO News: એલઆઇસીના IPOને મેનેજ કરવા માટે આ 16 મર્ચન્ટ બેન્કર વચ્ચે જોરદાર હોડ


    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: