Home /News /business /આનંદો! દિવાળી પર સરકાર ખવડાવશે સસ્તી થાળી; દાળના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, ડુંગળી પણ સસ્તી કિંમતે મળશે

આનંદો! દિવાળી પર સરકાર ખવડાવશે સસ્તી થાળી; દાળના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, ડુંગળી પણ સસ્તી કિંમતે મળશે

દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, સરકાર તરફથી ભેટનો વરસાદ પણ વધતો જઈ રહ્યો છે.

નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, સરકાર તરફથી ભેટનો વરસાદ પણ વધતો જઈ રહ્યો છે. પહેલા ડીએ પચી બોનસ અને હવે લોકોને સસ્તુ ભોજન કરાવવાની તૈયારી છે. મોંઘવારીથી પીડિત લોકોને તહેવાર પર રાહત અપવવા માટે સરકારે સસ્તી કિંમતે દાળ અને ડુંગળી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.

કન્ઝ્યુમર મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે દિવાળી પર ખાવા-પીવાની ચીજોના ભાવ કન્ટ્રોલમાં રાખવાની તમામ કોશિશ કરવામાં આવી રહી છે. સરકારે એક મોટું પગલું ભરતા ખૂબ જ ઓછી કિંમતે દાળ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દાળની કિંમતમાં 8 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આ ભાવથી રાજ્યોને દાળ ઉપલબ્ધ કરાવી રહી છે, જેથી કન્ઝ્યુમરને સસ્તું અનાજ પહોંચાડી શકાય અને તહેવારો પર બજારમાં દાળની અછત ન સર્જાય.

આ સિવાય સરકાર ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે પણ પગલાં લઈ રહી છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર એ સુનિશ્ચિત કરશે કે તહેવારો દરમિયાન બજારમાં ડુંગળીની કોઈ અછત ન રહે. આ માટે બફર સ્ટોકમાંથી ડુંગળી આપવામાં આવશે.

સરકાર પાસે 43 ટનનો સ્ટોક છે

સરકાર પાસે હાલમાં લગભગ 43 ટન દાળનો સ્ટોક છે. તહેવારો પહેલા પણ સરકારે રાજ્યોને પોષણક્ષમ દરે કઠોળ ઉપલબ્ધ કરાવ્યા હતા. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને 88,000 ટન દાળ પ્રદાન કરી છે. સરકારનું માનવું છે કે દિવાળી પર ભાવ નહીં વધે, તેણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અગાઉ સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કઠોળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો હતો. આ અંતર્ગત મસૂર દાળની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી મસૂરની MSP 5,500 રૂપિયા વધીને 6,000 રૂપિયા થઈ હતી.


સરકાર કઠોળની આયાત કરે છે

ભારત હાલમાં તેની ગ્રાહક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કઠોળની આયાત કરે છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022 થી 2026 દરમિયાન દેશમાં દર વર્ષે 2.5 લાખ ટન ઉડક અને 1 લાખ ટન અરહર દાળની આયાત કરવામાં આવશે. આ કન્સાઈનમેન્ટ મ્યાનમારથી આવશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં દક્ષિણ પૂર્વ આફ્રિકન દેશ માલાવીથી પણ 50 હજાર ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે અને મોઝામ્બિકથી સરકાર 2026 સુધીમાં ખાનગી વેપાર દ્વારા 2 લાખ ટન તુવેર દાળની આયાત કરશે.
First published:

Tags: Business gujarati news, Business news in gujarati, Inflation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો