અમદાવાદઃ દેવ દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, હજી પણ ભાવ ઘટવાના એંધાણ

અમદાવાદઃ દેવ દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, હજી પણ ભાવ ઘટવાના એંધાણ
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી વેક્સીનને લઈને સામે આવી રહેલી ખબરોનું અસર સકારાત્મક રહી છે. આજ કારણે છે કે સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ રુચી ઓછી થઈ રહી છે.

 • Share this:
  અમદાવાદઃ કોરોના વાયરસ વેક્સીનને (coronavirus vaccine) લઈને આશા વધી છે જેના કારણે આર્થિક રિકવરીમાં રફ્તાર વધી રહી છે. આ કારણે રોકાણકારો પારંપરિક રૂપથી જોખમવાળા એસેટ્સમાં રોકાણ કરવા તરફ વધી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver price today) ઘટાડો નોંધાયો છે. બપોર સુધી સોનું 1 ટકા ઘટીને 1771.22 ડોલર પ્રતિ ઔંસ ઉપર આવી ગયું હતું. જ્યારે કારોબારી સત્રના અંતે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવમાં 1500 રૂપિયા અને સોનાના ભાવમાં 400 રૂપિયાનો કડાકો નોંધાયો હતો.

  અમદાવાદમાં ચાંદીનો ભાવ


  અમદાવાદમાં ઝવેરી બજારમાં (Silver Price in Ahmedabad) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જેના પગલે ચાંદી ચોરસનો ભાવ 59,500 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 59,300 રૂપિયાના લેવલે રહ્યો હતો. જોકે, શનિવારે ચાંદી ચોરસાનો ભાવ 61,000 રૂપિયા અને ચાંદી રૂપુનો ભાવ 60,800 રૂપિયાના સ્તરે રહ્યો હતો.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price in Ahmedabad) આજે સોમવારે 10 ગ્રામ સોનાની કિંમતોમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,100 રૂપિયાના લેવલે રહ્યું હતો. જોકે, ગત શનિવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,100ની સપાટીએ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

  કેમ થઈ રહ્યો છે સોનામાં ઘટાડો?
  નિષ્ણાંતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી વેક્સીનને લઈને સામે આવી રહેલી ખબરોનું અસર સકારાત્મક રહી છે. આજ કારણે છે કે સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ રુચી ઓછી થઈ રહી છે. આ ઉપરાંત પીળી ધાતુનો ભાવ 1800 ડોલરથી નીચે હોવા છતાં પણ વેચવાલી જોવા મળી હતી.

  આ પણ વાંચોઃ-પ્રેમિકાને મળીને પરત ફરતા પ્રેમીને રાતના અંધારામાં ગામ લોકોએ પકડ્યો, નીકળ્યો પોલીસકર્મી પછી થઈ જોવાજેવી

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.30 લાખ

  વેક્સીનના સમાચારો બાદ ડોલર છેલ્લા અઢી વર્ષના નીચલા સ્તર ઉપર આવી ગયો છે. શેરબજારમાં પણ રેકોર્ડ તેજી જોવા મળી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે કે ભવિષ્યમાં સોનામાં તેજીના અણસાર દેખાતા નથી. હજી પણ સોનામાં ઘટાડો જોવા મળશે. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સોનામાં રેકોર્ડ વેચવાલી જોવા મળી છે. આ જ કારણે થોડા સમય સુધી કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળશે.

  ક્યારે આવશે સોનાની તેજી?
  આવી સ્થિતિ વચ્ચે સિટી બેન્ક ગ્રૂપનું કહેવું છે કે ડિસેમ્બર મહિનામાં બુલિયન માર્કેટમાં વેચવાલી જોવા મળશે. આ 1700 ડોલરની આસપાસ સોનાનો ભાવ રહેશે. સિટી બેન્ક ગ્રૂપને આશા છે કે આગામી ત્રણથી 6 મહિનામાં સોનું 2000 ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી જશે.
  Published by:ankit patel
  First published:November 30, 2020, 17:40 pm

  टॉप स्टोरीज