નામ એક, બ્રાન્ચ એક અને પાર્વતી દેવીના બધા જ પૈસા બીજી પાર્વતી દેવીને મળ્યા

નામ એક, બ્રાન્ચ એક અને પાર્વતી દેવીના બધા જ પૈસા બીજી પાર્વતી દેવીને મળ્યા
ફાઇલ તસવીર

એક જ નામની બે મહિલાઓ એક જ સમયે બેન્કમાં પહોંચી. જગ્યા અલ્હાબાદ બેન્કની એલનગંજ શાખા અને બંને મહિલાઓના નામ પાર્વતી દેવી છે.

 • Share this:
  એક જ નામની બે મહિલાઓ એક જ સમયે બેન્કમાં પહોંચી. જગ્યા અલ્હાબાદ બેન્કની એલનગંજ શાખા અને બંને મહિલાઓના નામ પાર્વતી દેવી છે. ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનના કારણે એક વૃદ્ધ મહિલાને નુકસાન થયું હતું. જ્યારે બીજી મહિલા લાખોપતિ બની ગઇ હતી.

  બેન્કમાં એક વ્યક્તિની રકમ બીજી વ્યક્તિના ખાતામાં જતી રહેવી અને ખાતા નંબર લખવામાં એક આંકડામાં ભૂલ કરવી મોટી વાત નથી. આ ઘટનામાં બેન્કમાં પાર્વતી દેવી નામની એક મહિલા બીજી મહિલાની પાસબુકમાં પ્રિન્ટ કરવામાં આવ્યો હતો.  બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાના બઘાડાની રહેનારી પાર્વતી દેવીનું ખાતું આ બેન્કમાં હતું. જ્યારે કરણપુર પ્રયાગ સ્ટેશનની રેહનારી પાર્વતી દેવીએ આ વર્ષે જાન્યુઆરીમાં બેન્ક ખાતું ખોલ્યું હતું. આવી સ્થિતિમાં બેન્કે બઘાડામાં રહેનારી પાર્વતીના ખાતા નંબરને કાનપુર પ્રયાગની પાર્વતી દેવીની પાસબુકમાં પ્રિન્ટ કરી દીધી હતી.

  રકમનો એક મોટો ભાગ બેટીની સારવાર માટે ખર્ચી દીધા

  આનો મતલબ એ થયો કે, એક પાર્વતીના ખાતમાં આવેલી રકમ બીજી પાર્વતીએ ઉપાડી લીધી હતી. તેમણે બતાવ્યું હતું કે નાના બઘાડામાં રહેનારી પાર્વતી દેવીએ શરૂમાં તો પૈસા ઉપાડવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ જ્યારે તેને કડકાઇથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે, તેના ખાતમાં આવેલી રકમનો મોટો ભાગ પુત્રની સારવાર માટે ખર્ચી દીધો હતો. પાર્વતી ખુબ જ ગરીબ છે અને ઘરોમાં કચરા પોતું કરીને કામ ગુજરાન ચલાવે છે.

  બીજી તરફ કરનપુર, પ્રયાગ સ્ટેશનની રહેનારી પાર્વતી દેવીએ જણાવ્યું કે, વીમાની એક પોલીસના પૈસા લેવા માટે તેમણે આ વર્ષે 20 જાન્યુઆરીએ અલ્હાબાદ બેન્કની એલનજંગ શાખામાં 1000 રૂપિયાથી પોતાનું બચત ખાતું ખોલાવ્યું હતું.
  First published:September 16, 2018, 14:49 pm

  टॉप स्टोरीज