8 વર્ષથી જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, જાણો કેટલા લાગશે ચાર્જ

8 વર્ષથી જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, જાણો કેટલા લાગશે ચાર્જ
કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ (Green Tax) અંતર્ગત શુલ્ક લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે

કેન્દ્ર સરકાર પ્રદૂષણના મુદ્દા પર જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પ્રદૂષણના મુદ્દા પર જૂના વાહનો પર ગ્રીન ટેક્સ (Green Tax on Old Vehicles)લગાવવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ (Green Tax) અંતર્ગત શુલ્ક લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને વિચાર-વિમર્શ માટે રાજ્યોને મોકલવામાં આવશે, રાજ્યો પાસેથી હરી ઝંડી મળ્યા પછી ટેક્સને અધિસૂચિત કરી દેવામાં આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મતે 8 વર્ષથી જૂના વાહનો પર ફિટનેસ સર્ટિફિકેટના નવીનકરણના સમયે રોડ ટેક્સના (Road Tax) 25 ટકા સુધી ગ્રીન ટેક્સ વસૂલવામાં આવી શકે છે.

  પરિવહન વાહનોની સાથે ખાનગી વાહનો ઉપર પણ ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. મંત્રાલયના મતે ખાનગી વાહનોનું 15 વર્ષ પછી વ્હીકલ રજિસ્ટ્રેશન માટે આવદેન કરવા પર ગ્રીન ટેક્સ વૂસલવામાં આવશે. સાર્વજનિક પરિવહન વાહનોમાં સિટી બસોનો ઓછો ટેક્સ વસૂલવામાં આવશે. શહેરોમાં વધી રહેલા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હાયર ગ્રીન ટેક્સ વસૂલવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.  આ પણ વાંચો - દેશના નામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંદેશો, કહ્યું- સૈનિકોની બહાદુરી પર બધા દેશવાસીઓને ગર્વ

  વાહનો પર કેટલો ટેક્સ લાગશે તે માપદંડો પર નિર્ભર કરશે. વાહનના ઇંધણ અને તેના ટાઇપના આધારે ગ્રીન ટેક્સ લેવામાં આવશે. સ્ટ્રોંગ હાઇબ્રિડ, વૈકલ્પિક ઇંધણ એટલે કે સીએનજી, ઇથેનોલ કે એલપીજીથી ચાલતા વાહનોને છૂટ મળશે. ખેતીના કાર્યોમાં ઉપયોગ થનાર ટ્રેક્ટર, હાર્વેસ્ટરને પણ આ દાયરામાંથી બહાર રાખવામાં આવશે.

  વાહનોથી ગ્રીન ટેક્સ તરીકે વસૂલવામાં આવેલી રકમને એક અલગ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ પ્રદૂષણ રોકવા માટે કરવામાં આવશે. પ્રદૂષણ નિયંત્રણની સાથે-સાથે ગ્રીન ટેક્સ લાગુ કરવાથી જનતાને નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અન્ય એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવમાં જોગવાઇ છે કે સરકારી વિભાગો અને સાર્વનજિક ઉપક્રમોના 15 વર્ષની જૂના વાહનોનું પંજીકરણ ના કરવામાં આવે. તેના બદલે સ્ક્રેપ કરવામાં આવશે. આ પ્રસ્તાવને દેશભરમાં 1 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:January 25, 2021, 22:09 pm

  ટૉપ ન્યૂઝ