Indian Currency: જો તમારી પાસે તમારા ઘરમાં, તિજોરીમાં અથવા બેંકનાં લોકરમાં જૂના ચલણી સિક્કા છે, તો તેને હંમેશા સુરક્ષિત રાખો. ખબર નહીં કઈ નોટ કે કોઇ સિક્કો તમારા નસીબનો દરવાજો ખોલી નાંખે અને એક જ ઝટકામાં તમે રાતોરાત કરોડપતિ બની જાવ.
ઘણી વખત આપણે જૂના સિક્કાઓનું મહત્વ સમજી શકતા નથી અને તેને વાપરી નાંખીએ છીએ. આપણને ખબર પડે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે ક્યારેય જૂના સિક્કા કે નોટો હોય, તો તેને ક્યારેય વાપરો નહીં. હંમેશા તેમની કિંમત ઓનલાઈન ચેક કરતા રહો અને જ્યારે તમને વધુ સારા ભાવ મળે ત્યારે તેને વેચી દો.
એ જ રીતે, ચાલો તમને એક સિક્કા વિશે જણાવીએ, જે તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 રૂપિયાનો સિક્કો જે 1885નો બનેલો છે. આ બ્રિટીશ યુગનો સિક્કો છે. તેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ સિક્કાની ઓનલાઈન હરાજી રૂ .10 કરોડ સુધી લઈ ગઈ છે.
જો તમારી પાસે પણ આવો એક રૂપિયાનો સિક્કો છે, તો તમે તેને ઓનલાઇન વેચી શકો છો. તેને વેચવા માટે તમે ઓનલાઈન ઘણી વેબસાઈટની મદદ લઈ શકો છો. તમે તેને Indiamart.com પર પ્રોફાઇલ બનાવીને પણ વેચી શકો છો. એવા ઘણા લોકો છે, જે જુના સિક્કાઓ શોધે છે અને તેને એકત્રિત કરે છે. જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો અને તેને રાખવાનો શોખીન કરોડો ખર્ચવા તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર