Home /News /business /Ola Uber કરતાં હવે બેવાર વિચાર કરવો પડશે, 5% સુવિધા ચાર્જથી ખિસ્સા પર ભાર વધશે
Ola Uber કરતાં હવે બેવાર વિચાર કરવો પડશે, 5% સુવિધા ચાર્જથી ખિસ્સા પર ભાર વધશે
સરકારે 25 ડિસેમ્બરથી પ્રાદેશિક પરિવહનને એપ આધારિત રીક્ષા પાસેથી 5% સુવિધા ફી અને જીએસટી વસુલવાની સૂચના આપી છે.
કર્ણાટક સરકારે રિક્ષાનું ભાડું નક્કી કર્યું છે. જેમાં લઘુત્તમ 30 રૂપિયા અને 15 રૂપિયા પર કિલોમીટર ચાર્જ વસુલવામાં આવશે. આ સિવાય સુવિધાના નામ પર પણ ભાડું લેવામાં આવશે તો તેનો બોજ લોકો પર પડશે.
Ola Uber fret Rates: કર્ણાટક સરકારના નિર્ણય મુજબ ઓલા-ઉબર સાથે જોડાયેલા રીક્ષા ચાલકો માટે એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સરકારે 25 ડિસેમ્બરથી પ્રાદેશિક પરિવહનને એપ આધારિત રીક્ષા પાસેથી 5% સુવિધા ફી અને જીએસટી વસુલવાની સૂચના આપી છે. રીક્ષા ચાલકોનું માનવું છે કે તેનાથી ગ્રાહકો અને રીક્ષા ચાલકો બંનેને મુશ્કેલી પડશે. તેથી ઓલા ઉબર ચાલક અને એસોસિએશને આ મામલે હાઇકોર્ટમાં પોતાની રજૂઆત કરી છે.
ચાલકોનું માનવું છે કે નક્કી કરેલું ભાડું વધુ લાગતું નથી તો એ કહેવું મુશ્કેલ છે કે કંપની સુવિધા ચાર્જ કઈ રીતે વસૂલશે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ કંપનીઓ વધુ ચાર્જ વસૂલી રહી હતી જેથી સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. છત્તાં પણ એ કહેવું મુશ્કેલ છે કે સરકારના આ આદેશનું પાલન કઈ રીતે થશે.
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, UDOA ના પ્રમુખ તન્વીર પાશાએ કર્ણાટક હાઇકોર્ટમાં સરકારના આ નિયમને યોગ્ય રીતે રજુ ન કરવા બદલ દોષિત ગણી છે. તેમના જણાવ્યા મુજબ સરકારે કર્ણાટક ઓન ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી એગ્રીગેટર્સ રૂલ્સમાં સંશોધન કરવું જોઈએ. કારણકે તેમાં ઓટો રીક્ષા માટે કોઈ વાત કરવામાં આવી નથી. પાશાના કહેવા પર જો પરિવહન વિભાગે હાઇકોર્ટને સાચી માહિતી જણાવી હોય તો, અદાલત સરકારને નિયમમાં ફેરફાર અંગે જણાવત.
30 રૂપિયા લઘુત્તમ ભાડું
કર્ણાટક સરકારે રિક્ષાનું ભાડું નક્કી કર્યું છે. લઘુત્તમ ભાડું 30રૂ. છે અને તેના ત્યારપછી દરેક કિલોમીટરે રૂ.15 નો ચાર્જ વસુલવામાં આવે છે. રક રીક્ષા ચાલકના જણાવ્યા મુજબ આ નક્કી કરેલું ભાડું એટલું વધુ નથી પણ એ નક્કી કરવું મુશ્કેલ છે કે કંપની આ સિવાયનું વધારાનું ભાડું કઈ રીતે લેશે. એક બીજા ચાલકે જણાવ્યું છે કે દરેક રાઈડ પર ભાડું કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને વસૂલી શકાશે એ તો સમયજ બતાવશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર