Olaએ SBI સાથે મળીને લોન્ચ કર્યુ ક્રેડિટ કાર્ડ, મળશે કેશબેક

કાર્ડ યૂઝ કરનારા લોકોને કેશબેક અને રિવોર્ડ મળશે.

Olaએ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઇન્ડિયા સાથે પાર્ટનરશિપમાં (Ola Money SBI Credit Card) લોન્ચ કર્યુ છે.

  • Share this:
    એપ-આધારિત કેબ સેવાઓ ઓફર કરતી કંપનીઓમાં (Ola) ઓલાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની પાર્ટનરશિપમાં ઓલા મની એસબીઆઇ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. વીઝા પાવર્ડ આ કાર્ડ માટે કોઇ જોઇનિંગ ફી રહેશે નહીં અને ઓલા યૂઝર્સ માટે પેમેન્ટ સુવિધા સરળ બનશે. ઓલા 2022 સુધી 1 કરોડ ઓલા મની એસબીઆઇ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાનું લક્ષ્ય બનાવી રહી છે. ઓલાએ 2015માં ઓલા મનીને લોન્ચ કર્યુ હતુ.

    ઓલા એપ્લિકેશન દ્વારા ક્રેડિટ કાર્ડ માટે કરો અરજી

    ઓલા ગ્રાહકો આ ક્રેડિટ કાર્ડ માટે ઓલા એપ્લિકેશન દ્વારા અરજી કરી શકશે અને એપ્લિકેશન દ્વારા સરળતાથી તેમના ક્રેડિટ કાર્ડનું સંચાલન કરશે. કાર્ડ યૂઝર્સને આ ક્રેડિટ કાર્ડ પર સૌથી વધુ કેશબેક અને વળતર મળશે. આ કેશબેક અને વળતર ઓટોમેટિક ઓલા મનીમાં જમા થઇ જશે, તેનો ઉપયોગ ઑલા રાઇડ્સ, ફ્લાઇટ્સ અને હોટેલ બૂકિંગ્સમાં કરી શકાય છે અને તેની માન્યતા પણ લાઇફટાઇમ રહેશે.



    આ પણ વાંચો: હેલમેટ નહીં તો પેટ્રોલ નહીં, આ તારીખથી લાગુ પડશે નિયમ

    ઓલા સીઇઓ અને સહ-સ્થાપક ભાવિષ અગ્રવાલે દાવો કર્યો છે કે ઓલા મની એસબીઆઇ કાર્ડથી દેશનું ડિજિટલ અર્થતંત્ર મજબુત બનશે. તેમણે કહ્યું કે આ સમયે 150 લાખથી વધુ લોકો ઓલા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે અને આ કાર્ડ દ્વારા તેઓેને ચુકવણીનો અનુભવ મળશે.

    એસબીઆઇ કાર્ડના એમડી અને સીઈઓ હરદયાલ પ્રસાદના જણાવ્યા મુજબ, તે તેના ગ્રાહકોને આ સોલ્યુશનથી ચૂકવણીને વધુ સારી બનાવવા માંગે છે
    Published by:Bhoomi Koyani
    First published: