Home /News /business /દિવાળી પર લોન્ચ થશે ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર, CEO ભાવિશ અગ્રવાલે આપી જાણકારી

દિવાળી પર લોન્ચ થશે ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર, CEO ભાવિશ અગ્રવાલે આપી જાણકારી

ઓલા ઇલેક્ટ્રિક કાર. તસવીર, Ola

Ola Electric Sports car: કંપની 2023ના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન suv અને હેચબેક કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે.

La, cનવી દિલ્હી: ઓલાના ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલે (Bhavish Agrawal) મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ ભારતીય ગ્રાહકો માટે નવી ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર (Electric Sports car) લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ભાવિશ અગ્રવાલે ટ્વિટ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટરની S1 સિરીઝની આગામી MoveOS 3 અપડેટ વિશે વિગતવાર માહિતી આપી છે. ટેક હોંચોએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અમે ભારતમાં અત્યારસુધીની એકદમ સ્પોર્ટી (Ola Electric) કાર બનાવવા જઈ રહ્યા છે.

ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં MoveOS 3 ફીચરનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આગામી અપડેટ દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. ઓલા કાર (Ola Car) ટીઝર વીડિયો અનુસાર ઓલા ઈલેક્ટ્રીક સ્પોર્ટી સેડાન કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે.

તમામ લોકો માટે દિવાળી પર MoveOS 3 લોન્ચ કરવામાં આવશે. MoveOS 2 ફીચર ખૂબ જ રોમાંચક હતું. MoveOS 3 લોન્ચ થાય ત્યાં સુધી MoveOS 2 ફીચરને એન્જોય કરો.

આ પણ વાંચો: આ સ્ટોક તેની ઇશ્યૂ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટિંગ

MoveOS 3 ફીચરમાં હિલ હોલ્ડ પ્રોક્સિમિટી અનલોક, મૂડ્સ, રિજેન v2, હાઈપરચેન્જિંગ, કોલિંગ, કી શેરિંગ તથા અન્ય ફીચર આપવામાં આવ્યા છે. ઓલા વૈશ્વિક સ્તરે આ ફીચરને લોન્ચ કરતું હોવાથી તે ખૂબ જ ગર્વની વાત છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, ઓલા અલગ અલગ વિભાગોમાં 500 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય ખર્ચ અને સંચાલનમાં સંતુલન સાધવાનો છે.

વિશ્વસનીય સૂત્રો અનુસાર સોફ્ટબેન્ક સમર્થિત ઓલાએ સિનિયર અધિકારીઓને કર્મચારોના પ્રદર્શનના આધાર પર એવા કર્મચારીની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે, જેમને કામ પરથી છૂટા કરી શકાય.

આ પણ વાંચો: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

ત્રણ કાર લાવવાની તૈયારી


કંપની 2023ના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન suv અને હેચબેક કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે. કંપનીએ જાહેર કરેલ ટીઝર અનુસાર ઓલાની પહેલી કાર સેડાન સેગમેન્ટમાં આવી શકે છે. વિડીયામાં LED લાઈટીંગનો ઉપયોગ કરીને જે પ્રકારે કારની ડિઝાઈન દર્શાવવામાં આવી છે. તે અનુસાર કારની ડિઝાઈન સેડાન સાથે મેચ થાય છે.
First published:

Tags: Electric vehicle, Ola, કાર