Home /News /business /Ola Electric Scooter : ભારતમાં લોન્ચ પહેલા માત્ર રૂ. 499માં ઓલાના ઈ-સ્કૂટરનું બુકિંગ શરૂ

Ola Electric Scooter : ભારતમાં લોન્ચ પહેલા માત્ર રૂ. 499માં ઓલાના ઈ-સ્કૂટરનું બુકિંગ શરૂ

ઓલા ઈલેક્ટ્રોનિક બેટરી સ્કૂટરનું બૂકિંગ શરૂ

ઓલા ઇ-સ્કૂટર ઇટર્ગો એપસ્કૂટર જેવું લાગે છે. તે ઇટર્ગો એપસ્કૂટર પરથી પ્રેરિત છે. તસ્વીર પરથી ફલિત થાય છે કે, ઈ-સ્કુટરમાં ટેલિસ્કોપીંગ ફ્રન્ટ ફૉર્કસ હશે. સૌથી આકર્ષક ફીચર તેનું નાનું કદ છે.

  દેશમાં ધીમી પણ મક્કમ ગતિએ ઈ-વાહનો તરફ લોકો વળી રહ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રીક સ્કૂટર બાબતે અત્યારે સૌથી વધુ ચર્ચા ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર (Ola Electric Scooter)ની થઈ રહી છે. જેની પાછળ તેની તરફ લોકોની ઊંચી અપેક્ષાઓ અને સોશ્યલ મીડિયામાં તેનો પ્રચાર છે. ત્યારે ઓલાએ ટ્વીટર પર તેના ઈલેક્ટ્રિક સ્કૂટરના બુકિંગ માટેની જાહેરાત કરી છે. જેનાથી તેના લોન્ચિંગના સંકેત મળ્યા છે. બુકિંગ માટે રૂ. 499ની કિંમત નક્કી કરાઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ અમાઉન્ટ રિફન્ડેબલ રહેશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કુટર વેબસાઈટ પરથી તેનું બુકિંગ થઈ શકશે. યુઝરે તેની વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સ્કૂટર બુક કરવાનું રહેશે. અત્યારે તો કંપનીએ સ્કૂટરના સ્પેસિફિકેશન જાહેર નથી કર્યા, પરંતુ તેમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે, આ તો માત્ર શરૂઆત જ છે. ટૂંક સમયમાં ડિલિવરી ટાઇમલાઈન, સ્પેસિફિકેશન, રેન્જ અને સ્કુટર ચાર્જિંગ ટાઈમની જાહેરાત થઈ શકે છે.

  તાજેતરમાં ઓલાના ચેરમેન અને CEO ભાવિશ અગ્રવાલે સ્કુટર લૉન્ચ અંગેના સંકેતો આપ્યા હતા. તેમણે ટ્વિટર પર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર દર્શાવતી પોસ્ટ મૂકી તેમના ફોલોઅર્સને પૂછ્યું હતું કે તેઓ કયા કલરના સ્કૂટરની ઇચ્છા રાખે છે. ટ્વીટમાં અગ્રવાલે સોશ્યલ મીડિયા યુઝર્સને ઓલા સ્કૂટર માટે કલર સિલેક્શન સબમિટ કરવા કહ્યું હતું. જોકે, બ્લેક કલર પહેલાથી જ નક્કી કરાયો છે.

  આ પણ વાંચો : ટોયોટાની ઈલેક્ટ્રિક SUV કાર સૂરજના કિરણોથી થશે ચાર્જ, જાણો ઈલેક્ટ્રિક કારની તમામ માહિતી

  નોંધનીય છે કે, સ્કુટરનો પ્રથમ જથ્થો તામિલનાડુ ખાતેના ઓલાના નવા પ્લાન્ટ ખાતે તૈયાર થશે. જે હજુ ડેવલપમેન્ટ હેઠળ છે. વધુ એક ટ્વીટમાં ભાવિશે તામિલનાડુમાં ઓલા પ્લાન્ટના પ્રોગ્રેસ અંગે અપડેટ શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કંપનીએ આ પ્રોડક્શન યુનિટમાં 2,400 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
  " isDesktop="true" id="1114865" >

  આ ફેક્ટરી દર વર્ષે 20 લાખ ટુ વ્હીલરનું ઉત્પાદન કરવાની ક્ષમતા રાખે છે. આ ફેક્ટરીમાં લગભગ 10,000 લોકોને કામે રાખવામાં આવશે. એટલું જ નહીં તેને વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી બનવાની પણ યોજના છે. થોડા મહિનામાં જ આ પ્લાન્ટ શરૂ થવાની ધારણા છે. જે ઇન્ડસ્ટ્રીના 4.0ના સ્ટાન્ડર્ડને અપનાવશે.

  આ પણ વાંચો : ટોયોટાએ બનાવી નાની એવી ઇલેક્ટ્રિક કાર, ફૂલ ચાર્જ થયા બાદ સતત 150 કિમી દોડી શકશે

  ઓલા ઇ-સ્કૂટર ઇટર્ગો એપસ્કૂટર જેવું લાગે છે. તે ઇટર્ગો એપસ્કૂટર પરથી પ્રેરિત છે. તસ્વીર પરથી ફલિત થાય છે કે, ઈ-સ્કુટરમાં ટેલિસ્કોપીંગ ફ્રન્ટ ફૉર્કસ હશે. સૌથી આકર્ષક ફીચર તેનું નાનું કદ છે. તેમજ તેના અદભુત ટ્વીન-બીમ, પ્રાયમરી ક્લસ્ટરની આજુબાજુ LED DRL સ્ટ્રીપ અને LED હેડલેમ્પ તેને આકર્ષક બનાવે છે. આ સ્કૂટરમાં પૂરતું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. સ્કૂટર ચલાવવાની અનુકૂળતા પણ તેમાં જોવા મળે છે.  હજી સુધી ઈ-સ્કૂટરના સ્પેસિફિકેશન જાહેર થયા નથી, પરંતુ મોટાભાગની વિશેષતાઓ ઈટર્ગો એપસ્કૂટર જેવી હશે તેવું માનવામાં આવે છે. આ સ્કૂટરમાં એલોય વ્હીલ્સ, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, કલાઉડ કનેક્ટિવિટી, અલગ કરી શકાય તેવી લીથીયમ આયન બેટરી, સીટની નીચે સ્ટોરેજની જગ્યા સહિતના ફીચર મળી શકે છે. જો તેના સ્પેસિફિકેશન એપસ્કૂટર જેવા જ રહેશે તો ફૂલ ચાર્જ થયા બાદ ઉચ્ચ કક્ષાની રેન્જ મળે તેવી શક્યતા છે.
  First published:

  Tags: Electric vehicle, Electric ઇલેક્ટ્રિક, Ola ઓલા, Scooter સ્કૂટર

  विज्ञापन