Home /News /business /દિવાળી ઑફર: અહીંથી કારની ખરીદી પર મળશે 1 લાખનું ડિસ્કાઉન્ટ, બે વર્ષ સુધી ફ્રી સર્વિસની સુવિધા

દિવાળી ઑફર: અહીંથી કારની ખરીદી પર મળશે 1 લાખનું ડિસ્કાઉન્ટ, બે વર્ષ સુધી ફ્રી સર્વિસની સુવિધા

ઓલા કાર્સની શાનદાર ઑફર

Ola cars: ઓલા કાર્સ કંપનીએ 300 સેન્ટર્સની સાથે 100 શહેરમાં પોતાના બિઝનેસના વિસ્તારની જાહેરાત કરી છે.

મુંબઈ: ભારતમાં સૌથી મોટા મોબિલિટી પ્લેટફોર્મ ઓલા (OLA)એ ભારતમાં સૌથી મોટા પ્રી-ઓન્ડ કાર (Pre-Owned car festival) ફેસ્ટિવલની જાહેરાત કરી છે. આ રીતે ઓલા કાર્સ (Ola cars) પ્લેટફોર્મ પર 2000થી વધારે શાનદાર ડીલ્સ અને ઑફર્સ આપવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે જો તમે આ કાર ફેસ્ટિવલ (Car festival)માં કોઈ પણ કાર ખરીદો છો તો તમને 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ સાથે તમને બે વર્ષ સુધી કારની મફત સર્વિસ અને 12 મહિનાની વોરંટી તેમજ 7 દિવસની રિટર્ન પોલીસી જેવી અનેક ઑફર આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જૂની કાર (Old cars) અથવા સેકન્ડ હેન્ડ કારને પ્રી-ઓન્ડ (Pre-Owned car) કહેવામાં આવે છે. એટલે કે એવી કાર જેને પહેલા ખરીદવામાં આવી ચૂકી હોય, હવે તેને ફરીથી વેચવામાં આવી રહી હોય. દેશમાં પ્રી-ઓન્ડ કારનું માર્કેટ છેલ્લા થોડા સમયમાં ખૂબ તેજીથી વધ્યું છે.

આ મામલે Ola Carsના સીઈઓ અરુણ સરદેશમુખે (Ola Cars CEO Arun Sirdeshmukh) કહ્યુ કે, "અમે ડીલરશિપ પર આધારિક ગાડીઓના ખરીદ-વેચાણના 100થી વધારે વર્ષના મૉડલને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દિવાળીએ Ola Cars તરફથી અનેક શાનદાર, રોમાંચક અને આકર્ષક ડીલ્સ તેમજ ઑફર રજૂ કરી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહકોને એવો અનુભવ આપીશું જેનાથી તેમને એવું લાગે કે તેઓ નવી કાર જ ખરીદી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ માટે તેમણે ક્યાંય જવાની જરૂર નહીં રહે, તમામ સુવિધા તેમને ઘર બેઠા જ મળી જશે."

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છો? આ 5 કાર તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, આપશે શાનદાર માઇલેજ

Ola Cars પોતાના ગ્રાહકોને ઓલા એપ્લિકેશન મારફતે જૂની અને નવી ગાડીઓ ખરીદવાની સુવિધા આપે છે. અહીં ગ્રાહકોને વાહનની ખરીદીથી લઈને ફાઇનાન્સ, રજિસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ, મેન્ટેનન્સ અને કારની સર્વિસ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રાહકો ઇચ્છે તો પોતાના વાહનને ફરી Ola Cars મારફતે જ રિસેલ કરી શકે છે. એટલે કે ફરીથી વાહનને ઓલા પ્લેટફોર્મ મારફતે જ વેચી શકે છે. જે ગ્રાહકો કોઈ જ પરેશાન વગર ખરીદી કે વેચવા માંગતા હોય અથવા તેને મેનેજ કરતા માંગતા હોય તેમના માટે આ વન સ્ટૉપ શૉપ (One stop shop) બની રહેશે.

આ પણ વાંચો: આનંદો! બહુ ઝડપથી મારુતિ સુઝુકીની ચાર નવી કારના CNG વેરિએન્ટ થશે લોંચ- જાણો કંપનીએ શું કહ્યું

કંપનીનું કહેવું છે કે ઓલા કાર્સ પોતાના શરૂઆતના મહિનામાં જ 5,000 વાહન વેચી ચૂકી છે. ઓલા કાર્સ કંપનીએ 300 સેન્ટર્સની સાથે 100 શહેરમાં પોતાના બિઝનેસના વિસ્તારની જાહેરાત કરી છે.
First published:

Tags: Discount, Diwali, Diwali 2021, Ola, કાર