Home /News /business /

35 રૂપિયાના આ સ્ટોકમાં કરો રોકાણ, થોડા દિવસોમાં તમને મળી શકે છે શાનદાર રિટર્ન!

35 રૂપિયાના આ સ્ટોકમાં કરો રોકાણ, થોડા દિવસોમાં તમને મળી શકે છે શાનદાર રિટર્ન!

પ્રતિકાત્મક તસવીર

જો તમે શેરબજાર (Share Bazar)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો અને 50 રૂપિયા કરતા ઓછા શેર શોધી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું

નવી દિલ્હી : જો તમે પણ આ સમયે શેરબજાર (Share Bazar)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો અને 50 રૂપિયા કરતા ઓછા શેર શોધી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જે તમને થોડા દિવસોમાં સારુ રિટર્ન (Good Return) આપી શકે છે. ઓજે ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (OJ Financial Services Ltd)એ સલાહ આપી છે કે, રોકાણકારો રૂ .50ના લક્ષ્યાંક સાથે કેપ્ટન પોલિપ્લાસ્ટ લિમિટેડ (Captain Polyplast Limited)માં રોકાણ કરી શકે છે. આ શેરનો છેલ્લો બંધ ભાવ 35 રૂપિયા હતો.

BSE લિસ્ટેડ કેપ્ટન પોલિપ્લાસ્ટ લિમિટેડ (CPL)ની operating રેવન્યુ Rs 64.3 કરોડ છે. આ સિવાય કંપનીના EBITDAમાં પણ 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે EBITDA 7.4 કરોડ રૂપિયા પર રહ્યું છે.

કંપનીના નફામાં આવ્યો 12.5 ટકાનો ઉછાળો

આ સિવાય જો આપણે કંપનીના ફાયદાની વાત કરીએ તો, તેમાં લગભગ 12.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, CPLને કોર બિઝનેસ સિવાય પોતાના કોમ્પ્લીમેન્ટ્રી પ્રોડક્ટ્સથી પણ સારા ગ્રોથની આશા છે. કંપનીનો મુખ્ય વ્યવસાય માઇક્રો સિંચાઈ ઉત્પાદનોનો છે. તેનાથી કંપનીને 95 ટકા આવક થાય છે. કોમ્પ્લીમેન્ટ્રી ઉત્પાદનોની આવક શેયરિંગમાં પણ વધારો થવાની ધારણા છે. આમાં સોલલ ઇક્વિપમેન્ટ્સ, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ જેવા ઉત્પાદનો શામેલ છે.

આ પણ વાંચોPB Fintech IPO: હવે પોલિસીબજારની પેરેન્ટ કંપની લાવશે IPO, રૂ. 6500 કરોડ એકત્ર કરવાની તૈયારી

શું બોલ્યા કંપનીના એમડી?

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ ખીચડિયાએ જણાવ્યું હતું કે, 'સોલર ઇપીસી સેગમેન્ટમાં, અમારું ફોકસ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી પર કેન્દ્રિત છે. આ વર્ષ 2022 સુધીમાં ભારતમાં રિન્યુબલ એનર્જી ક્ષમતાને 175 ગીગાવોટ સુધી વધારવા માટે સરકારના અભિયાનમાં ભાગ લેવામાં મદદ કરશે." તેમણે વધુમાં કહ્યું કે, "રીન્યુએબલ એનર્જી અને ટપક સિંચાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આપણે આવતા વર્ષોમાં સારી વૃદ્ધિ જોઈ શકીશું." રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાછલા પ્રદર્શનને જોતા, નાણાકીય વર્ષમાં સીપીએલની ટોચની લાઇન 8.4 ટકાની સીએજીઆર પર વધી હતી, જે સ્થિર પ્રગતિનો સંકેત આપે છે.

આગામી 5 વર્ષમાં સારો વિકાસ થશે

કંપની માને છે કે, માઇક્રો સિંચાઇના વ્યવસાયમાં સારી તક છે. કંપની આગામી 5 વર્ષમાં સારો વિકાસ કરી શકે છે. આ સિવાય સરકારની કૃષિ સિંચાઇ યોજનાથી પણ તેનો લાભ મળી શકે છે. સરકારે આ યોજના હેઠળ આવતા 5 વર્ષમાં 50 હજાર કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી છે.

આ પણ વાંચોPost Officeમાં અનેક પદો પર આવી ભરતી, જો તમે 10-12 પાસ છો, તો આ રીતે કરો અરજી

કંપનીનો ધંધો શું છે?

સીપીએલ એ એક હોલ્ડિંગ કંપની છે જે માઇક્રો સિંચાઈ સિસ્ટમ્સ અને એલાઇડ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને વેચાણના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની ટપક સિંચાઇ સિસ્ટમો, છંટકાવની સિંચાઈ સિસ્ટમ્સ, ડિસ્ક ફિલ્ટર્સ, સ્ક્રીન ફિલ્ટર્સ, હાઇડ્રો-સાયક્લોન ફિલ્ટર્સ, રેતી ફિલ્ટર્સ, કમ્પ્રેશન ફિટિંગ્સ સહિત ઉચ્ચ ડેન્સિટી પોલિઇથિન (HDPE) પાઈપો અને સિંચાઇ ઉપકરણોનું ઉત્પાદન, નિકાસ અને વેપાર કરે છે.

કંપનીએ હાલના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા વેચવામાં આવેલા સોલર પમ્પ્સ, રૂફટોપ સોલાર, વોટર સોલ્વબલ ફર્ટિલાઈઝર વગેરે જેવા આનુષંગિક ઉત્પાદનો પણ ઉમેર્યા છે. સીપીએલ ગુજરાતમાં પોતાના પોલિમર ઉત્પાદનોના માર્કેટિંગ માટે આઈઓસીએલનો ચેનલ પાર્ટનર છે. કંપનીનો પ્લાન્ટ શાપર (વેરાવળ), રાજકોટ, ભારત ખાતે સ્થિત છે.

(ડિસ્કલેમર: માર્કેટ રોકાણ બજારના જોખમને આધીન છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. ન્યૂઝ 18.com કોઈને પણ રોકાણ કરવાની સલાહ આપવામાં નથી આવતી.)
Published by:kiran mehta
First published:

Tags: BSE, NSE, Share bazar, Share market, Stock market

આગામી સમાચાર