નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટના કારણે માંગ ઘટવાથી કાચા તેલનો ભાવ (Crude oil Prices) સોમવારે ઝીરો ડૉલર/બેરલથી પણ નીચે જતો રહ્યો. કોરોના વાયરસના કારણે આર્થિક ગતિવિધિઓ થંભી જવાથી અમેરિકાની એનર્જી કંપનીઓ પાસે કાચા તેલના સ્ટોરેજ માટે જગ્યા જ નથી રચી. હવે જ્યારે ક્રૂડ ઓઇલના સ્ટોરેજ માટે જગ્યા જ નથી બચો તો કોઈ પણ ક્રૂડ કોન્ટ્રાક્ટની ડિલીવરી નથી લેવા માંગતું. તેથી કાચા તેલનો ભાવ ઝીરો ડૉલરથી નીચે આવી ગયો છે.
કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડાથી હજારો અમેરિકન ઓઇલ કંપનીઓ દેવાળું કાઢી શકે છે. નોંધનીય છે કે, મે ડિલીવરી માટે યૂએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટનો ભાવ સોમવારે પહેલીવાર શૂન્યથી નીચે ગગડ્યો. મંગળવારે મેની ડિલીવરી માટે કારોબારનો છેલ્લો દિવસ છે. એવામાં સોમવારે બજારમાં કાચા તેલનો ભાવ ઝીરોથી નીચે એટલે કે -37.63 ડૉલર/બેરલ પહોંચી ગયો.
હજારો ઓઇલ કંપનીઓ દેવાળું કાઢી શકે છે
CNNના રિપોર્ટ મુજબ, કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડાથી અમેરિકામાં હજારો ઓઇલ કંપનીઓ દેવાળું કાઢવાના આરે આવી શકે છે. કોરોના વાયરસ સંકટના કરણે કાચા તેલની માંગમાં ઘટાડો આવ્યો અને તેલના તમામ ભંડાર સુવિધાઓ પણ પોતાની પૂર્ણ ક્ષમતા પર પહોંચી ગઇ છે. હાલમાં રશિયા અને સઉદી અરેબિયાએ વધારાની આપૂર્તિની સાથે દુનિયામાં કાચા તેલનું પૂર લાવી દીધું છે. આ બેવડા મારથી તેલના ભાવો ઘટીને ઝીરોની નીચે જતા રહ્યા, જેના કારણે અમેરિકાની ઓઇલ કંપનીઓ માટે નાણા કમાવવા મુશ્કેલ થઈ ગયા છે.
જોકે, મંગળવારે અમેરિકામાં કાચા તેલના ભાવ નીચલા સ્તરથી પરત ઝીરોથી ઉપર પહોંચી ગયો. તેનાથી પહેલા તેલનો ફ્યૂચર ઝીરો થી નીચે કારોબાર કરી રહ્યો હતો. મે ડિલીવરી માટે યૂએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટનો ભાવ સોમવારે પહેલીવાર શૂન્યથી નીચે ગબડ્યો. મંગળવારે મે ડિલીવરી માટે કારોબારનો અંતિમ દિવસ છે. એવામાં સોમવારે બજારમાં કાચા તેલનો ભાવ શૂન્યથી નીચે 37.63 ડૉલર/બેરલ પહોંચી ગયો હતો. તે હવે 0.56 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે.