. સરકારે 19 કિ.ગ્રા.ના કમર્શિયલ સિલિન્ડર અને 14.2 કિ.ગ્રા. ના ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઓઇલ માર્કેટિંગ કંપનીએ ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરેલા છે. જે દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવતા હોય છે. અહીં જાણો આ વખતે ભાવ વધ્યા-ઘટ્યા કે શું થયું.
LPG Gas Cylinder Prize: ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજે ગેસ સિલિન્ડરનો ભાવ જાહેર કર્યો છે. છેલ્લા ત્રણ ચાર મહિનાની વાત કરીએ તો કંપનીએ ભાવ ઘટાડ્યો છે. તો આ વખતે પણ આશા હતી કે સરકાર ભાવમાં ઘટાડો કરશે પણ એવું બન્યું નહિ. સરકારે 19 કિ.ગ્રા.ના કમર્શિયલ સિલિન્ડર અને 14.2 કિ.ગ્રા. ના ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તે હવે જુના ભાવે જ મળશે.
એલપીજી કમર્શિયલ ગેસની કિંમત નવેમ્બર મહિનામાં રૂ.115 ઘટી ગઈ હતી. એની પહેલા 1 ઓક્ટોબરે રૂ.36 નો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર લાંબા સમયથી થયેલો નથી.
મહિનાની 1 તારીખે નક્કી થાય છે ભાવ
દર મહિનાની પહેલી તારીખે એપીજી ગેસ કંપનીઓ ગેસ સિલિન્ડરનો ભાવ નક્કી કરતી હોય છે. જેમાં કંપની ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતું સિલિન્ડર અને કોમર્શિયલ એમ બંને સિલિન્ડરનો ભાવ નક્કી કરે છે. દર મહિને આ ભાવમાં ફેરફાર જોવા મળે છે. જો કમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો પાછલા મહિનાઓમાં તેની કિંમતમાં ઘટાડો થતો રહ્યો હતો પણ આ મહિને તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર