Home /News /business /રાંધણ ગેસને લઈને ઑઇલ કંપનીઓ બહુ ઝડપથી કરી શકે છે મોટી જાહેરાત!
રાંધણ ગેસને લઈને ઑઇલ કંપનીઓ બહુ ઝડપથી કરી શકે છે મોટી જાહેરાત!
ન્યૂઝ18 ક્રિએટિવ.
LPG Cylinder Rate: ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો થયો છે. આ મહિને સબસિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
નવી દિલ્હી: નવું વર્ષ (New year)શરૂ થવાને હવે એક જ અઠવાડિયું બાકી છે. વર્ષ 2021ની શરૂઆત થતાની સાથે જ આપણા જીવનમાં અનેક બદલાવ આવશે. આમાથી અમુક બદલાવ એવા છે જેની સીધી અસર આપણા જીવન પર થશે. લગભગ તમામના રસોડામાં ઉપયોગ થતા એલપીજી સિલિન્ડર (LPG cylinder)ને લઈને પણ ખાસ બદલાવ થઈ શકે છે. એવી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ બહુ ઝડપથી દર અઠવાડિયે બદલાશે. ડિસેમ્બરમાં અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારે થયો છે.
ડિસેમ્બરમાં બે વખત વધ્યા ભાવ
ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ ડિસેમ્બર બાદ 15મી ડિસેમ્બરના રોજ પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ પખવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ અને ફૉરેન એક્ચેન્જ રેટના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક મીડિયા કંપનીનું કહેવું છે કે ઑઇલ કંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે નક્કી કરવાની તૈયારી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયામાં કોઈ સમસ્યા નથી આવી રહી. આથી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે બદલાવામાં આવે તો કોઈ સમસ્યા નહીં આવે. જોકે, આ અંગે કોઈ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. હાલ દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલવામાં આવે છે.
હાલ રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા છે. મુંબઈમાં પણ આ જ ભાવ છે. કોલકાત્તામાં આ ભાવ 720.50 રૂપિયા જ્યાર ચેન્નાઈમાં 710 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. એલપીજી સિલિન્ડરમાં આ ભાવ વધારો 15મી ડિસેમ્બર, 2020થી લાગૂ છે. પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 18 રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 36.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યો છે. કેન્દ્ર સરકાર દર વર્ષે ગ્રાહકોને સબસિડીવાળા 12 સિલિન્ડર આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર