Home /News /business /

OFFER: બેનામી સંપત્તિની માહિતી આપો, મેળવો રૂ. ૧ કરોડનુ ઈનામ

OFFER: બેનામી સંપત્તિની માહિતી આપો, મેળવો રૂ. ૧ કરોડનુ ઈનામ

    દેશભરમાં ઠેર-ઠેર સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, અપ્રમાણસર મિલકત મુદ્દે રોજે રોજ ચર્ચા થતી હોય છે. આ સિવાય બિઝનેસમેન, વેપારીઓ પણ પોતાની આવક છુપાવી અપ્રમાણસર મિલકત ભેગી કરી ઈન્કમટેક્ષ ભરતા નથી તેવી બુમો સંભળાતી હોય છે. જેને લઈ ઈન્કમટેક્ષ વિભાગે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નવો કિમીયો અપનાવ્યો છે. હવે ભ્રષ્ટાચારને રોકવા ઈન્કમટેક્ષ દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જે પણ આવા લોકોની મિલકત અંગે માહિતી આપશે તેમને રૂ. 1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બેનામી વહેવાર અને મિલકતની માહિતી આપનારને રૂ. કરોડનુ ઈનામ આપવામાં આવશે. "બેનામી ટ્રાન્ઝેક્શન ઈન્ફોર્મેન્ટ્ઝ રિવોર્ડ સ્કીમ-૨૦૧૮" હેઠળ આવકવેરા વિભાગ દ્વારા માહિતી આપનારને ઈનામ આપીને પ્રોત્સાહિત કરશે. ઈન્કમટેક્સ વિભાગનો હેતુ છે કે, આ પ્રકારના પ્રોત્સાહનથી લોકો ઈન્કમ ટેક્સ વિભાગ સાથે જોડાય અને બેનામી વહેવાર અને મિલકતોની માહિતી આપે. જેથી, ભૂગર્ભમાં રહેલા રોકાણકારો અને લાભ ખાટનારની માહિતી બહાર આવે. આ ઉપરાંત, ભૂગર્ભમાં રહેલા કાળાનાણાં બહાર લાવવામાં અને કરચોરી ઘટાડવામાં આ પ્રકારના પ્રયત્નો લાભદાયી બની રહેશે. આ યોજનામાં વિદેશીઓ પણ જોડાઈ શકે છે. ઈન્કમટેક્સ વિભાગે એ પણ બાહેંધરી આપે છે કે, આ પ્રકારની વિગતો આપનારના નામ જાહેર કરાશે નહીં.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સરકારના ઈન્કમટેક્ષ અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-2016માં જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ પણ ઈન્કમટેક્ષ ચોરી કે સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે તેને લાંચિયા અધિકારી પાસેથી જે કંઇ બે હિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    અપર
    Published by:kiran mehta
    First published:

    Tags: Information, OFFER, Provide

    આગામી સમાચાર