Home /News /business /3 દિગ્ગજ FIIsએ 296 કરોડમાં ખરીદ્યા નાયકાના શેર, શું ફરીથી જોવા મળશે તેજી?

3 દિગ્ગજ FIIsએ 296 કરોડમાં ખરીદ્યા નાયકાના શેર, શું ફરીથી જોવા મળશે તેજી?

લિસ્ટિંગ પર આ શેરોએ રોકાણકારોને જબરદસ્ત કમાણી કરાવી હતી

Nykaa share: મોર્ગન સ્ટેનલી એશિયાએ 153 કરોડમાં Nykaa ના શેર ખરીદ્યા છે. એટલે કે આ વિદેશી રોકાણકારે નાયકાના શેરોમાં લગભગ 153 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ પહેલા 10 નવેમ્બરે નોર્વેની નોર્ગેસ બેંકે સરકારી પેટ્રોલિયમ ફંડના ખાતામાં 173.35 રૂપિયા પ્રતિ શેરના મૂલ્ય પર 3,981,350 શેર ખરીદ્યા હતા. આ રોકાણની કિંમત 69 કરોડ હતી. જ્યારે, તે જ દિવસે એક અન્ય એસઆઈઆઈ એબરડીન સ્ટાન્ડર્ડ એશિયા ફોકસ પીએલસીએ 4,272,334 શેર ખરીદ્યા, જેમાં પ્રતિ શેર 173.18 રૂપિયાની ચૂકવણી કરી હતી અને 74 કરોડનું રોકાણ કર્યુ.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોનસ શેરના એલાન પછી Nykaaના શેરોમાં ગત કેટલાક દિવસોથી ચાલુ વેચાણ પર રોક લાગી છે. ગત મહિને ઓક્ટોબરમાં 52 સપ્તાહના નીચલા સ્તરે 162.50 રૂપિયા બાદ FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડના શેરોમાં સતત વિદેશી સંસ્થાગત રોકાણકારો રૂપિયા લગાવી રહ્યા છે. આ કડીમાં અન્ય એક FII મોર્ગન સ્ટેનલીનું નામ જોડાઈ ગયુ છે. 11 નવેમ્બર 2022ના રોજ બ્લક ડીલમાં મોર્ગન સ્ટેનલી એશિયાએ Nykaa ના 82,13,050 શેર રૂપિયા 186.40 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. આ રીતે મોર્ગન સ્ટેનલી એશિયાએ 153 કરોડમાં Nykaa ના શેર ખરીદ્યા છે. એટલે કે આ વિદેશી રોકાણકારે નાયકાના શેરોમાં લગભગ 153 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

    3 FII રોકાણકારોએ કર્યુ રોકાણ

    આ પહેલા 10 નવેમ્બરે નોર્વેની નોર્ગેસ બેંકે સરકારી પેટ્રોલિયમ ફંડના ખાતામાં 173.35 રૂપિયા પ્રતિ શેરના મૂલ્ય પર 3,981,350 શેર ખરીદ્યા હતા. આ રોકાણની કિંમત 69 કરોડ હતી. જ્યારે, તે જ દિવસે એક અન્ય એસઆઈઆઈ એબરડીન સ્ટાન્ડર્ડ એશિયા ફોકસ પીએલસીએ 4,272,334 શેર ખરીદ્યા, જેમાં પ્રતિ શેર 173.18 રૂપિયાની ચૂકવણી કરી હતી અને 74 કરોડનું રોકાણ કર્યુ. ગત બે દિવસોમાં ત્રણ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ નાયકાના શેરોમાં 296 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

    આ પણ વાંચોઃ  માત્ર એક એકર જમીનમાં કરો આ પ્રકારે ખેતી, લાખોમાં નહિ પરંતુ કરોડોમાં થશે કમાણી

    ગત કેટલાય મહિનાથી જારી વેચાણ પર રોક લાગી

    શેરબજારમાં નાયકના શેર ગત વર્ષે 10 નવેમ્બરે લિસ્ટિંગ થયા હતા. લિસ્ટિંગ પર આ શેરોએ રોકાણકારોને જબરદસ્ત કમાણી કરાવી હતી, પરંતુ ત્યારબાદ નાયકાના શેરોમાં વેચાણનું વર્ચસ્વ રહ્યુ. ગત વર્ષે આ શેરે 428 રૂપિયાનું ઉચ્ચ સ્તર સ્પર્શ કર્યુ હતુ અને આ વર્ષે ઓક્ટોબરમાં શેરે 162.50 રૂપિયાનું સૌથી નીચલુ સ્તર સ્પર્શ કર્યુ છે.

    11 નવેમ્બરે શેરના ભાવમાં તેજી જોવા મળી હતી.

    જ્યારે IPOના પહેલા જે એન્કર રોકાણકારોને શેર આપવામાં આવ્યા હતા, તે લોક-ઈન પીરિયડના કારણે આ વર્ષે 10 નવેમ્બર સુધી શેર વેચી શકતા ન હતા અને આમાં લગભગ 67 ટકા શેર હતા. કંપનીને આશંકા હતી કે, લોક-ઈન પીરિયડ ખત્મ થતા જ ભારે વેચાણ થશે. એટલા માટે આ સંભવિત જોખમને રોકાવા માટે કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી. નાયકાના મેનેજમેન્ટે 5:1ના ગુણોત્તરમાં શેર આપવાનો નિર્ણય કર્યો હતો અને એક્સ-ડેટ 10 નવેમ્બર રાખવામાં આવી હતી. ત્યારબાદ 11 નવેમ્બરે શેરના ભાવમાં તેજી જોવા મળી હતી.

    આ પણ વાંચોઃ આ સરકારી કંપનીના શેરમાં 42% કમાણીમા ચાન્સ, બ્રોકરેજ ફર્મે આપી રોકાણની સલાહ

    શું હવે રિટેલ રોકાણકારોએ ખરીદી કરવી જોઈએ?

    મિંટની ખબર અનુસાર, નાયકાના શેર પર ખરીદીને લઈને સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના સીનિયર ટેક્નિલ એનાલિસ્ટ, પ્રવેશ ગૌરએ કહ્યુ, ‘શેરે દૈનિક ચાર્ટ પર એક વેધન રેખા કેન્ડલસ્ટિક પેટર્ન અને એક ડબલ બોટમ ફોર્મેશન બનાવ્યુ છે, જે શેરના બોટમ ફોર્મેશન એટલે કે, નીચલા સ્તરની પુષ્ટિ કરી રહ્યુ છે.


    આ શેર તેની તમામ મહત્વની મૂવિંગ એવરેઝ પરથી હાયર હાઈ અને હાયર લોની સાથે ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરની તરફ, રૂ.240 પહેલુ રેસિસ્ટન્સ છે. તેને પાર કર્યા બાદ આવનારા દિવસોમાં રૂ280+ ના સ્તરની આશા રાખી શકાય છે. જ્યારે, નીચેની તરફ રૂ.185 પર સપોર્ટ બને છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, FII, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन