Nykaa IPO Listing: નાયકાના આઈપીઓએ રોકાણકારોને કર્યાં માલામાલ, જાણો કેટલા પ્રીમિયમ પર થયો લિસ્ટ

નાયકા આઈપીઓ

Nykaa IPO Listing: નાયકાનો શેર NSE પર શેર 2,018 રૂપિયા અને બીએસઈ પર શેર 2,001 રૂપિયા પર લિસ્ટ થયો.

  • Share this:
    મુંબઈ: નાયકાના શેરે (Shares of Nykaa) બુધવારે (10 નવેમ્બર, 2021) ભારતીય શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. નાયકાનો શેર 79 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. શેરની ઇશ્યૂ કિંમત 1,125 રૂપિયા હતી. NSE પર શેર 2,018 રૂપિયા અને બીએસઈ પર શેર 2,001 રૂપિયા પર લિસ્ટ થયો છે. નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.06 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો 112.02 ગણો અને QIB તરફથી પોતાના હિસ્સા માટે 91.18 ગણી બોલી લગાવી હતી. કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.87 ગણો ભરાયો હતો.

    નાયકાના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ:

    BSE પર નાયકાનો શેર ઇશ્યૂ કિંમતથી 77.87% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારને એક શેર પર 876 રૂપિયાનો લાભ થયો હતો.

    ઇશ્યૂ કિંમત: 1,125 રૂપિયા
    પ્રીમિયમ: 876 રૂપિયા
    લિસ્ટિંગ કિંમત: 2001 રૂપિયા

    NSE પર નાયકાનો શેર 79.38% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારોને એક શેર પર 893 રૂપિયાનો ફાયદો થયો હતો.

    ઇશ્યૂ કિંમત: 1,125 રૂપિયા
    પ્રીમિયમ: 893 રૂપિયા
    લિસ્ટિંગ કિંમત: 2018 રૂપિયા

    કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

    નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો હતો. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો હતો. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા હતા.

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    નફો કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    આ પણ વાંચો:  IPO New: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? 

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 880 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: