Nykaa shares listing: લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં નાયકાના શેરમાં જોરદાર ઉછાળો

નાયકા આઈપીઓ.

નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો.

  • Share this:
    મુંબઈ. Nykaa IPO GMP: નાયકાના શેરની ફાળવણી (Nykaa shares allotment) કરી દેવામાં આવી છે. જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. હવે તમામની નજર 11મી નવેમ્બરના રોજ નાયકાના શેરના લિસ્ટિંગ (Nykaa shares Listing) પર મંડાણી છે. જોકે, નાયકાનો આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થાય તે પહેલા જ ગ્રે માર્કેટ (Nykaa IPO GMP)માં શેરની કિંમતમાં ઉછાળો આવ્યો છે. માર્કેટ નિષ્ણાતોના કહેવા પર હાલ નાયકાના એક શેર પર 765 રૂપિયા જેટલું પ્રીમિયમ મળી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી નાયકાના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium) સતત વધી રહ્યું છે. અલોટમેન્ટની જાહેરાત બાદ તેમાં ફરી ઉછાળો આવ્યો છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP)

    માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ નાયકાનો એક શેર 765 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે ગ્રે માર્કેટમાં નાયકાના શેરનું પ્રીમિયમ 760 રૂપિયા હતું. આજે તેમાં 35 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગત અઠવાડિયે ગ્રે માર્કેટમાં નાયકાનો શેર 590થી 630 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિષ્ણાતો ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી એ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે શેરનું ખૂબ સારા પ્રીમિયમ પર લિસ્ટિંગ થશે.

    નાયકા આઈપીઓ પ્રાઇસ બેન્ડ

    નાયકોનો એક શેર અનલિસ્ટેડ માર્કેટમાં 765 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ વાત પરથી એવું કહી શકાય કે નાયકાનો એક શેર હાલ 1,890 રૂપિયા (1125+765) પર ટ્રેડ થઈ રહ્યો છે. નાયકાએ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 1085-1125 રૂપિયા રાખી છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે હાલ શેર 68%ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    નાયકા આઈપીઓ

    નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.06 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો 112.02 ગણો અને QIB તરફથી પોતાના હિસ્સા માટે 91.18 ગણી બોલી લગાવી હતી. કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.87 ગણો ભરાયો હતો.

    કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

    નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો હતો. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો હતો. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા હતા.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં આવી શકે છે ધૂમ તેજી, બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝનું અનુમાન 

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    નફો કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    આ પણ વાંચો: સ્ટોક એક્સચેન્જમાં T+1 સેટલમેન્ટનો થશે અમલ, જાણો નવી સિસ્ટમ વિશે અને તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે 

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: