Nykaa Shares: લિસ્ટિંગના બીજા જ દિવસે નાયકાના શેરમાં કડાકો, તમારે આ શેર ખરીદવો જોઈએ?

નાયકા શેર (પ્રતીકાત્મક તસવીર)

Nykaa Shares: બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે નાયકાના શેરમાં હજુ પણ પ્રોફિટ બુકિંગ (Profit booking) ચાલુ રહી શકે છે.

  • Share this:
    મુંબઈ: 10મી નવેમ્બરના રોજ નાયકાના શેરે (Nykaa shares) ભારતીય શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી (Nykaa shares listing) કરી હતી. જેના બીજા દિવસે એટલે કે ગુરુવારે સવારના ટ્રેડિંગ દરમિયાન નાયકાના શેરમાં 5 ટકાનો ઘટાડો (Nykaa shares dip) જોવા વળ્યો હતો. નાયકાનો શેર આજે પાછલા બંધથી 7.90 રૂપિયા ઉપર ખુલ્યો હતો. જોકે, શેર ખુલતાની સાથે જ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના પગલે તે પાંચ ટકા સુધી તૂટી ગયો હતો. ગઈકાલે શેર 2205.80 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. ગુરુવારે આ શેર ઇન્ટ્રા ડે દરમિયાન ઘટીને 2043.75 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો.

    બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે નાયકાના શેરમાં પ્રોફિટ બુકિંગ હજુ પણ ચાલુ રહી શકે છે. જેના પગલે આ શેર ઘટીને 2000થી 1800 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે. બજાર નિષ્ણાતો નાયકાનો શેર ખરીદવા માંગતા રોકાણકારોને 1900 રૂપિયાની આસપાસ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ લિ.ના સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, "નાયકાના શેરના ધમાકેદાર લિસ્ટિંગ બાદ વેલ્યૂએશન એક મુદ્દો બની શકે છે. હાલ આ શેર માટે 2,000 રૂપિયાના સ્તરને સપોર્ટ કહી શકાય. ખૂબ ઊંચા ભાવે આ શેરની ખરીદી કરવી જોખમી સાબિત થઈ શકે છે. જે લોકો શેર ખરીદવા માંગે છે તે હાલ 25% જેટલી ખરીદી કરી શકે છે. બાદમાં જો આ શેરમાં વધારે કરેક્શન આવે છે અને તે 1,800 રૂપિયા તરફ જતો દેખાય તો તેઓ વધારે ખરીદી કરી શકે છે." સંતોષ મીણાએ વધુમાં ઉમેર્યું હતું કે જે લોકોને લિસ્ટિંગ ગેન માટે શેરની ખરીદી કરવા માંગતા હતા તેઓ 1,950 રૂપિયાના સ્ટૉપલૉસને ધ્યાનમાં રાખીને લાંબા ગાળા માટે ખરીદી કરી શકે છે.

    આ પણ વાંચો:  ફાલ્ગુની નાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી Nykaa, આજે ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ

    પ્રોફિટ બુકિંગ ચાલુ રહી શકે

    GCL Securitiesના વાઇસ ચેરમેન રવિ સિંઘલનું કહેવું છે કે, "શેરના ધમાકેદાર લિસ્ટિંગ બાદ હાલ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આગામી 1-2 ટ્રેડિંગ સેશન દરમિયાન આવું જોવા મળી શકે છે. નાયકાનો શેર 1900 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. રોકાણકાર બે વર્ષ માટે 3,600 રૂપિયાના ટાર્ગેટ માટે 1900 રૂપિયાના સ્તર પર નાયકાના શેરની ખરીદી કરી શકે છે. આ માટે 1770 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે." રવિ સિંઘલે જણાવ્યું હતું કે, કંપનીના ફંન્ડામેન્ટલ ખૂબ જ મજબૂત છે. મોટા ઘટાડા બાદ પણ કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહી છે.

    આ પણ વાંચો: ટાટા ગ્રુપની આ કંપનીમાં રોકાણ કરવાની ICICI સિક્યોરિટીઝે આપી સલાહ

    નાયકાના આઈપીઓએ રોકાણકારોને કર્યાં માલામાલ

    નાયકાના શેરે (Shares of Nykaa) બુધવારે (10 નવેમ્બર, 2021) ભારતીય શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. નાયકાનો શેર 79 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. શેરની ઇશ્યૂ કિંમત 1,125 રૂપિયા હતી. NSE પર શેર 2,018 રૂપિયા અને બીએસઈ પર શેર 2,001 રૂપિયા પર લિસ્ટ થયો છે. નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો.

    આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેર પર બજાર નિષ્ણાતો બુલિશ, શું તમારે પણ આ શેરમાં રોકાણ કરવું જોઈએ?

    અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.06 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો 112.02 ગણો અને QIB તરફથી પોતાના હિસ્સા માટે 91.18 ગણી બોલી લગાવી હતી. કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.87 ગણો ભરાયો હતો.

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલા અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસના છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરમાં રોકાણની કોઈ સલાહ નથી આપવામાં આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: