Nykaa IPO: કમાણી માટે થઈ જાવ તૈયાર, Nykaa લાવશે 22000 કરોડ રૂપિયાથી વધુના વેલ્યુએશનનો IPO

Nykaa IPO:  કમાણી માટે થઈ જાવ તૈયાર, Nykaa લાવશે 22000 કરોડ રૂપિયાથી વધુના વેલ્યુએશનનો IPO

  • Share this:
નવી દિલ્લી: વર્તમાન સમયે લોકો IPOમાં રોકાણને વધુ સુરક્ષિત રોકાણ ગણી રહ્યા છે. બીજી તરફ શેર માર્કેટમાં IPO ધમાલ મચાવી રહ્યા છે. તાજેતરમાં આવેલા મોટાભાગના IPOમાં રોકાણકારોને જોરદાર વળતર મળ્યું છે. ત્યારે હવે બ્યુટી પ્રોડક્ટ ઓનલાઈન વેચનારી કંપની Nykaa પણ આ વર્ષે IPO લાવવાની તૈયારીમાં છે.

IPOથી કંપની નજર 4.5 અરબ ડોલરના વેલ્યુએશન પર છે. અગાઉના વેલ્યુએશન કરતા તે ઘણું વધુ છે. પહેલા કંપનીનું વેલ્યુએશન 3 અરબ ડોલર એટલે કે અંદાજે 22000 કરોડ રૂપિયા હતું. કોરોના સંક્રમણ અને લોકોડાઉન દરમિયાન કંપનીનો ધંધો વધ્યો છે. જેનો ફાયદો થયો છે.



Nykaaનો પ્રારંભ ફાલ્ગુની નાયરે કર્યો હતો. જેઓ પહેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચુક્યા છે. મિન્ટના મત મુજબ, આ મામલે જોડાયેલી જાણકારી રાખનાર લોકોએ કહ્યું હતું કે, કંપનીના IPOનું કદ પહેલાની જેમ જ 50 કરોડથી 70 કરોડ વચ્ચે હશે.

કંપનીનો પ્રોફિટ વધ્યો

નામ જાહેર ન કરવાની શરતે બન્ને સૂત્રોએ કહ્યું હતું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મનો નફો અને રેવન્યુ વધવાના કારણે વેલ્યુએશન વધ્યું છે. મહામારી અને લોકડાઉનમાં ઓનલાઇન વેપાર ખૂબ વધ્યો, જેનાથી કંપનીને ફાયદો થયો છે.

ક્યારે આવશે IPO?

છેલ્લી વિગતો મુજબ કંપની ડિસેમ્બરના અંત અથવા તો 2022ની શરૂઆતમાં IPO લાવવાની તૈયારીમાં છે. જ્યારે કંપની IPO લાવવાનો પ્લાન ઘડ્યો ત્યારે તેનું વેલ્યુએશન 3 અબજ ડોલર હતું.

જૂન કે જુલાઈમાં અરજી કરશે

Nykaaની હોલ્ડિંગ કંપની FSN ઈકોમર્સ વેંચર પ્રાઇવેટ લિમિટેડ જુન અથવા જુલાઈમાં અરજી કરશે. IPO દરમિયાન કંપનીના કેટલાક રોકાણકારો પોતાનો હિસ્સો પણ વેચી શકે છે. અલબત અત્યાર સુધી કંપનીના ઇસ્યુનો પ્રાઈઝ બેન્ડ નક્કી થયો નથી. કંપની IPOના માધ્યમથી 10થી 20 ટકા ભાગીદારી વેચી શકે છે તેવું અનુમાન છે.
Published by:kuldipsinh barot
First published:June 02, 2021, 18:33 IST

ટૉપ ન્યૂઝ