Nykaa IPO: નાયકાનો આઈપીઓ ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

નાયકા આઈપીઓ

Nykaa IPO open today: નાયકા 630 કરોડ રૂપિયાના ફ્રેશ શેર બહાર પાડશે, જ્યારે 4,197 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચવામાં આવશે.

  • Share this:
    મુંબઈ: નાયકા પર માલિકી હક્ક ધરાવતી કંપની FSN E-Commerce Venturesનો 5,352 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે ખુલી (Nykaa IPO open today) ગયો છે. નાયકાએ પોતાના આઈપીઓ માટે 1085-1125 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Nykaa IPO price band) રાખી છે. કોઈ રોકાણકાર ઓછામાં ઓછા 12 શેર માટે નાયકાના આઈપીઓ માટે બીડ કરી શકે છે. એટલે કે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારો ઓછામાં ઓછા 13,500 રૂપિયા (Nykaa IPO minimum Investment) લગાવવા પડશે. નાયકા 630 કરોડ રૂપિયાના ફ્રેશ શેર બહાર પાડશે, જ્યારે 4,197 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચવામાં આવશે.

    અગત્યની તારીખો (Nykaa IPO Dates)

    નાયકાનો આઈપીઓ આજે એટલે કે 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો છે. રોકાણકારો 1 નવેમ્બર સુધી આઈપીઓમાં પૈસા લગાવી શકશે. એન્કર રોકાણકારો માટે આઈપીઓ 27 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો.

    કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

    નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો છે. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંક નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા છે.

    એન્કર ઇન્વેસ્ટર્સ પાસેસી 2,400 કરોડ મેળવ્યા

    આઈપીઓ ખુલ્યાના એક દિવસ પહેલા Nykaaએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ માટે જેટલો હિસ્સો અનામત રાખ્યો હતો તેના માટે 40 ગણી વધારે બોલી લાગી છે. આ શેર્સ માટે સૌથી વધારે બોલી રોકાણ પેઢી બ્લેકરૉક કેપિટલ ગ્રુપ અને અસેટ મેનેજર ફિડિલિટીએ લગાવી છે. આ ઉપરાંત કેનેડાના સૌથી મોટા પેન્શન ફંડ મેનેજર CPPIB અને સિંગાપુરના સૉવરેન વેલ્થ ફંડ GIC સહિત મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ આ બીડમાં ભાગ લીધો હતો.

    આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

    રોકાણકારોએ શું કરવું?

    Nykaaના આઈપીઓ માટે મોટાભાગના બ્રોકરેજ હાઉસ તરફથી રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, Marwadi Shares and Finance તરફથી રોકાણકારોને એલર્ટ રહીને રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે આ આઈપીઓ માટે "Subscribe with caution" રેટિંગ આપ્યું છે.

    બ્રોકરેજ હાઉસ આનંદ રાઠી (Anand Rathi)નું કહેવું છે કે, "કંપનીની ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમજ આ ક્ષેત્રમાં પ્રથમ કંપની હોવાથી તેનો લાભ કંપનીને મળશે. રોકાણકારો લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે."

    Hem Securities તરફથી પણ આ આઈપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. હેમ સિક્યોરિટીઝના કહેવા પ્રમાણે આઈપીઓમાં રોકાણકારોને લિસ્ટિંગ લાભ મળી શકે છે, તેમજ લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારો પોતાનું નસિબ અજમાવી શકે છે.

    આ ઉપરાંત બ્રોકરેજ પેઢી Prabhuas Lilladher તરફથી પણ રોકાણકારોને આ આઈપીઓમાં નાણા રોકવાની સલાહ આપવામાં આવી છે.

    નાયકા આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP)

    નાયકાનો ઇશ્યૂ ભાવ 1085-1125 રૂપિયા છે. જ્યારે ગ્રે માર્કેટમાં હાલ એક શેર પર 625 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. આ રીતે જોઈએ તો મંગળવારે ગ્રે માર્કેટમાં નાયકાનો અનલિસ્ટેડ શેર 1750 રૂપિયા (1125+625) પર ટ્રેડ કરી રહ્યો હતો.

    આ પણ વાંચો: Policybazaar IPO: 1 નવેમ્બરના રોજ ખુલશે Policybazaarનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ રૂ. 940-980 નક્કી

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    પ્રોફિટ કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: