Home /News /business /

Nykaaનો IPO આ તારીખે ખુલશે, 5,200 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના: રિપોર્ટ

Nykaaનો IPO આ તારીખે ખુલશે, 5,200 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના: રિપોર્ટ

નાયકા આઈપીઓ

Nykaa IPO open date: નાયકા પોતાના જેવું એવું પ્રથમ સ્ટાર્ટઅપ છે જે આઈપીઓ માર્કેટમાં પગલાં પાડી રહ્યું છે. આ અત્યારસુધી આઈપીઓ લાવનારી પ્રથમ એવી યૂનિકૉર્ન છે જે નફો કરી રહી છે.

  મુંબઈ. IPO news: મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્યૂટી સ્ટાર્ટઅપ Nykaa પોતાનો ત્રણ દિવસનો આઈપીઓ (Nykaa IPO open date) 28 ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકશે. એટલે કે આ આઈપીઓ 28મી ઓક્ટોબરના રોજ ખુલીને 1 નવેમ્બરના રોજ બંધ થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપની આઈપીઓ મારફતે 5,200 કરોડ રૂપિયા (Nykaa IPO size) એકઠા કરશે. ઑનલાઈન સ્ટોર (Online store) નાયકા આઈપીઓ માટે પોતાનું વેલ્યૂએશન 7.4 અબજ ડૉલર રાખવા માંગે છે.

  ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ આઈપીઓની તારીખ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

  નાયકા પોતાના જેવું એવું પ્રથમ સ્ટાર્ટઅપ (Nykaa Startup) છે જે આઈપીઓ માર્કેટમાં પગલાં પાડી રહ્યું છે. આ અત્યારસુધી આઈપીઓ લાવનારી પ્રથમ એવી યૂનિકૉર્ન છે જે નફો કરી રહી છે. આ ઉપરાંત દેશની એકમાત્ર એવી નવી પેઢીની કંપની છે જેનું વેલ્યૂએશન અબજ ડૉલર હોવા છતાં તેમાં પ્રમોટર ગ્રુપની ભાગીદારી અડધાથી વધારે છે.

  નાયકાની સ્થાપના

  નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે.

  નાયકાના પોર્ટફોલિયોમાં 1,500થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 68 સ્ટોર છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક 1,860 કરોડ રૂપિયા હતી.

  આ પાંચ આઈપીઓ પણ આવશે:

  1) હૈદરાબાદની પેન્ના સીમેન્ટ આઈપીઓ (Penna cement ipo)મારફતે 1300 કરોજ રૂપિયાના નવા શેર જાહેર કરશે. જ્યારે 250 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ અંતર્ગત વેચશે.

  2) લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (LatentView Analytics IPO) પોતાના આઈપીઓ મારફતે 474 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. જ્યારે વર્તમાન પ્રમોટર્સ અને શેરધારકો 126ક રોડ રૂપિયાનો ઑફર ફૉર સેલ લાવશે.

  આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ

  3) સિગાચી ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ (Sigachi Industries IPO) મારફતે 76.95 લાખ ઇક્વિટી શેરનું વેચાણ કરશે. આ તમામ કંપનીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

  4) FMCG કંપની Adani Wilmar આઈપીઓ મારફતે ફ્રેશ ઇશ્યૂ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. dani Wilmar ફોર્ચ્યૂન બ્રાન્ડથી ખાદ્ય તેલ બનાવે છે. આ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને એશિયન એગ્રી બિઝનેસ વિલ્મર ઇન્ટરનેશનલનું જોઈન્ટ વેન્ચર છે. અદાણી ગૃપના આ સેગમેન્ટમાં મધર ડેરીની ધારા, નેચર ફ્રેશ, Cargill, મૈરિકોનું સફૌલા, એગ્રો ટેક ફૂડ્સનું સનડ્રોપ અને પતંજલિ ઓઈલ હોઈ શકે છે. સાથે જ રામદેવની કંપની Ruchi Soyaને પણ ટક્કર આપશે.

  આ પણ વાંચો: 375% ટકા જેટલું બમ્પર વળતર આપનાર આ સ્ટોકમાં Ashish kacholiaએ કર્યું રોકાણ

  5) દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ (Star Health Insurance)ને પણ આઈપીઓ માટે મંજૂરી આપી દીધી છે. સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સની બજારમાં ભાગીદારી આશરે 15.8% છે. કંપની પોતાના પ્રસ્તાવિત આઈપીઓ મારફતે 5,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. કંપનીએ 2000 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. જ્યારે 6,01,04,677 ઇક્વિટી શેર ઑફર ફોર સેલમાં વેચશે. જે અંતર્ગત કંપનીના પ્રમોટર અને વર્તમાન શેર ધારકો પોતાનો હિસ્સો વેચશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, NyKaa, Share market, Stock tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन