Nykaa IPO: આ અઠવાડિયે ખુલશે નાયકાનો IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

નાયકા આઈપીઓ

Nykaa IPO: કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

  • Share this:
    મુંબઈ. Nykaa IPO GMP: ઑનલાઇન બ્યૂટી પ્રોડક્ટ વેચતી નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કૉમર્સ વેન્ચર્સનો આઈપીઓ 28 ઓક્ટોબરના રોજ ખુલશે અને 1 નવેમ્બરના રોજ બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા1085-1125 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    શું ચાલે છે GMP?

    ઉલ્લેખનીય છે કે પ્રાઇસ બેન્ડની જાહેરાત બાદ ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું ટ્રેડિંગ શરૂ થતું હોય છે. હાલ ગ્રે માર્કેટમાં નાયકાનો એક શેર 690 રૂપિયાના મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. 11 નવેમ્બરના રોજ નાયકાના શેરનું શેર બજારમાં લિસ્ટિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે.

    પ્રોફિટ કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    આ પણ વાંચો: ભારતના સૌથી મોટા IPOને SEBIની મંજૂરી, Paytm લાવશે 16,600 કરોડ રૂપિયાનો IPO

    નાયકા પોતાના જેવું એવું પ્રથમ સ્ટાર્ટઅપ (Nykaa Startup) છે જે આઈપીઓ માર્કેટમાં પગલાં પાડી રહ્યું છે. આ અત્યારસુધી આઈપીઓ લાવનારી પ્રથમ એવી યૂનિકૉર્ન છે જે નફો કરી રહી છે. આ ઉપરાંત દેશની એકમાત્ર એવી નવી પેઢીની કંપની છે જેનું વેલ્યૂએશન અબજ ડૉલર હોવા છતાં તેમાં પ્રમોટર ગ્રુપની ભાગીદારી અડધાથી વધારે છે.

    કંપનીના 68 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે.

    આ પણ વાંચો: PhonePeથી ફક્ત મોબાઇલ રિચાર્જ જ નહીં, ઘર બેઠા કમાણી પણ કરી શકાય! જાણો કઈ રીતે

    નાયકાના પોર્ટફોલિયોમાં 1,500થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 68 સ્ટોર છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક 1,860 કરોડ રૂપિયા હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: