Home /News /business /Nykaa IPO allotment status: નાયકાના શેરની આજે ફાળવણી, શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

Nykaa IPO allotment status: નાયકાના શેરની આજે ફાળવણી, શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

નાયકા આઈપીઓ

Nykaa IPO allotment: કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો હતો.

  મુંબઈ: નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Venturesના શેરની આજે ફાળવણી (Nykaa IPO share allotment) થશે. કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.06 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો 112.02 ગણો અને QIB તરફથી પોતાના હિસ્સા માટે 91.18 ગણી બોલી લગાવી હતી. કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.87 ગણો ભરાયો હતો.

  ગ્રે માર્કેટ પ્રીમિયમ (Nykaa IPO GMP)

  બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં નાયકાનો અનલિસ્ટેડ શેર 650 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીએ શેરની ઇશ્યૂ કિંમત 1085-1125 રૂપિયા રાખી છે. આ રીતે જોઈએ તો Nykaaનો એક શેર હાલ 1,175 (1,125+650) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

  અલૉટમેન્ટ અને લિસ્ટિંગ તારીખ (Nykaa IPO listing date)

  Nykaa IPOના શેરની ફાળવણી (Nykaa IPO allotment date) 8 નવેમ્બર, 2021ના રોજથી એટલે કે આજથી થવાની આશા છે. જેમને શેર નથી લાગ્યા તેમને નવમી નવેમ્બરથી રિફંડ (Refund) મળવાની શરૂઆત થઈ જશે. 10મી નવેમ્બર સુધી ડીમેડ ખાતામાં શેર જમા થઈ જશે. નાયકાનો આઈપીઓ 11મી નવેમ્બરના રોજ શેર બજાર પર લિસ્ટ થાય તેવી શક્યતા છે.

  શેર લાગ્યા કે નહીં? (Allotment status)

  Nykaa IPOના શેર લાગ્યા છે કે નહીં તે તમે બે રીતે ચેક કરી શકો છો. આ માટે તમારે કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અથવા BSEની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

  1) તમે બીએસઈની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો...

  2) તમે કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો..

  કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

  નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો હતો. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો હતો. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા હતા.

  આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી 

  એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ મેળવ્યા

  આઈપીઓ ખુલ્યાના એક દિવસ પહેલા Nykaaએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ માટે જેટલો હિસ્સો અનામત રાખ્યો હતો તેના માટે 40 ગણી વધારે બોલી લાગી છે. આ શેર્સ માટે સૌથી વધારે બોલી રોકાણ પેઢી બ્લેકરૉક કેપિટલ ગ્રુપ અને અસેટ મેનેજર ફિડિલિટીએ લગાવી છે. આ ઉપરાંત કેનેડાના સૌથી મોટા પેન્શન ફંડ મેનેજર CPPIB અને સિંગાપુરના સૉવરેન વેલ્થ ફંડ GIC સહિત મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ આ બીડમાં ભાગ લીધો હતો.

  630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

  આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

  આ પણ વાંચો: Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

  નફો કરતી કંપની

  ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

  કંપનીના 80 સ્ટોર

  નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: IPO, Nykaa IPO, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन