Home /News /business /

નાયકાના સ્થાપક Falguni Nayar હવે પેટીએમના Vijay Shekhar Sharma કરતાં ચાર ગણા અમીર

નાયકાના સ્થાપક Falguni Nayar હવે પેટીએમના Vijay Shekhar Sharma કરતાં ચાર ગણા અમીર

ફાલ્ગુની નાયર

Falguni Nayar Net Worth: નાયકાનો આઈપીઓ ગત વર્ષ ઓક્ટોબરના અંતમાં આવ્યો હતો. કંપનીએ આઈપીઓ માટે એક શેરની કિંમત 1,125 રૂપિયા નક્કી કરી હતી. નાયકાનો શેર 11 નવેમ્બરના રોજ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થયો હતો.

    મુંબઈ: નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર (Falguni Nayar) ભારતના સૌથી અમીર સેલ્ફ મેડ વુમન બિલિયોનેર બની ગયા છે. જેમાં સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થયેલી તેમની નાયકા કંપનીનો મોટો ફાળો છે. નાયકાનો શેર ગત વર્ષે લિસ્ટ (Nykaa stock listing) થયો હતો. આ શેર ખૂબ જ સારા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. ગુરુવારે નાયકાના શેરની કિંમત સવારે 10:30 વાગ્યે 1.46 ટકા વધીને 1518 રૂપિયા પર પહોંચી હતી. ફાલ્ગુની નાયર હવે હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ (Hurun Global Rich List 2022)માં સામેલ થઈ ગયા છે. આ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટમાં ફાલ્ગુની નાયર 579મા ક્રમે છે. ફોર્બ્સે તેમની નેટવર્થ 4.9 અબજ ડૉલર બતાવી છે.

    નાયરની નેટવર્થ હવે પેટીએમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વિજય શેખર શર્માની સરખામણીએ ચાર ગણી થઈ ગઈ છે. ફોર્બ્સે શર્માની નેટવર્થ 1.1 અબજ ડૉલર બતાવી છે. છેલ્લા ચાર મહિનામાં પેટીએમના શેરમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    કોણ છે ફાલ્ગુની નાયર


    ફાલ્ગુ નાયર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચૂક્યા છે. તેમણે 2012માં નાયકા કંપનીની સ્થાપના કરી હતી. જે બાદમાં નાયકાની એપને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. નવેમ્બર 2021માં નાયકા કંપની શેર બજારમાં લિસ્ટ થઈ હતી. નાયકાનો શેર 79 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એફએસએન ઈ-કૉમર્સ કંપની નાયકાની પેરેન્ટ કંપની છે.

    નાયકાનો આઈપીઓ ગત વર્ષ ઓક્ટોબરના અંતમાં આવ્યો હતો. કંપનીએ આઈપીઓ માટે એક શેરની કિંમત 1,125 રૂપિયા નક્કી કરી હતી. નાયકાનો શેર 11 નવેમ્બરના રોજ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થયો હતો. NSE પર નાયકાના શેરનું લિસ્ટિંગ 2,018 રૂપિયા પર થયું હતું. જોકે, ત્યારબાદ તેની કિંમત ઘટી હતી.

    આ પણ વાંચો:  સતત ઘટાડા બાદ સોના-ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો

    નાયકાનો આઈપીઓ


    નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.06 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો 112.02 ગણો અને QIB તરફથી પોતાના હિસ્સા માટે 91.18 ગણી બોલી લગાવી હતી. કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.87 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: ખૂબ સસ્તી કિંમતે મળી રહ્યા છે તાજેતરમાં લિસ્ટ થયેલી આ કંપનીઓના શેર

    કંપનીના 80 સ્ટોર


    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown, LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. આઈપીઓ વખતે કંપનીએ આપેલી માહિતી પ્રમાણે દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Forbes, NyKaa, Paytm, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन