કમાણી કરવા તૈયાર રહો! અબજોપતિ કરસનભાઇ પટેલની આ કંપની 5,000 કરોડનો IPO લાવશે, વર્ષો પછી ધમાકેદાર વાપસી

કમાણી કરવા તૈયાર રહો! અબજોપતિ કરસનભાઇ પટેલની આ કંપની 5,000 કરોડનો IPO લાવશે, વર્ષો પછી ધમાકેદાર વાપસી
કરસનભાઇ પટેલની આ કંપની 5,000 કરોડનો IPO લાવશે

મને જણાવી દઇએ કે આ કંપની નિરમા ગ્રુપની છે, જેની સ્થાપના અબજોપતિ ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે, જે પોતાની પ્રતિષ્ઠિત ડિટરજન્ટ બ્રાન્ડને કારણે ઘરે ઘરે પ્રખ્યાત છે.

 • Share this:
  નવી દિલ્હી : જો તમે શેર બજારમાંથી કમાણી કરવાનું વિચારી રહ્યાં છો, તો તમને એક મોટી તક મળશે. નિરમા કંપની (Nirma company)ની સિમેન્ટ યુનિટ નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન (Nuvoco Vistas) IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આઇપીઓ દ્વારા કંપની રૂ. 5000 કરોડ એકત્ર કરશે. આ માટે નુવોકો વિસ્ટાસે સેબી (SEBI) સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા છે. તમને જણાવી દઇએ કે આ કંપની નિરમા ગ્રુપની છે, જેની સ્થાપના અબજોપતિ ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે, જે પોતાની પ્રતિષ્ઠિત ડિટરજન્ટ બ્રાન્ડને કારણે ઘરે ઘરે પ્રખ્યાત છે. નુવોકો વિસ્ટાસ નિરમા કંપનીની સિમેન્ટ યુનિટ કંપની છે. આ સાથે, કોઈ સિમેન્ટ કંપની સ્ટોક એક્સચેંજમાં 14 વર્ષ પછી સૂચિબદ્ધ થઈ રહી છે. એટલે કે, કંપની બજારમાં મોટો ધમાકો કરવાની તૈયારી કરી રહી છે. ચાલો તેના વિશે જાણીએ-

  9 વર્ષ પહેલાં નિરમાને ડિલિસ્ટ કરવામાં આવી હતી  મની કંટ્રોલના સમાચારો અનુસાર, સ્ટોક એક્સચેંજમાંથી નિરમા લિમિટેડને હટાવ્યાના નવ વર્ષ બાદ, અમદાવાદ સ્થિત જૂથની સિમેન્ટ શાખા નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ તેના IPO માટે SEBI સમક્ષ DRHP દાખલ કરી છે. DRHP મુજબ કંપની આ આઈપીઓથી 5000 કરોડ એકત્ર કરશે.

  આ પણ વાંચોIPOમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવું છે? આવી ગઈ નવી તક, SEBIએ આપી આ બે કંપનીઓને મંજૂરી

  2007માં છેલ્લી કંપની લિસ્ટ થઈ હતી

  છેલ્લી સિમેન્ટ કંપની, બુરનપુર સિમેન્ટ, નવેમ્બર 2007 માં લિસ્ટ થઈ હતી. તેણે તે સમયે 26 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તે જ વર્ષે વધુ બે સિમેન્ટ કંપનીઓ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. તેમાં બિનાની અને બરાક વેલી. તેમાં બરાક વેલીએ 23 કરોડ અને બિનાનીએ 153 કરોડ ઉભા કર્યા. નુવોકો વિસ્ટાસ સિમેન્ટ છેલ્લા વર્ષોમાં સિમેન્ટ ક્ષેત્રે મર્જર અને એક્વિઝિશન યોજનામાં ઘણી ગતિ લાવી છે. તેણે 2016 માં લાફાર્જ હોલ્સિમની અસેટ ખરીદી હતી, જેના માટે તેણે 1.4 અબજ ડોલરની રકમ ચૂકવી હતી. ફેબ્રુઆરી 2020 માં, તેણે 77 કરોડ ડોલરમાં ઇમામી જૂથની સિમેન્ટની સંપત્તિ ખરીદી હતી.

  આ પણ વાંચો - Corona કહેરની દર્દનાક તસવીર: હંસતો-ખેલતો પૂરો પરિવાર થયો ખતમ, બસ બચ્યું 3 વર્ષનું બાળક અને વૃદ્ધ દાદી

  વેલ્યુએશન 40 હજાર કરોડ રૂપિયા છે

  હાલમાં કંપનીનું વેલ્યુએશન 40 હજાર કરોડ છે. સિમેન્ટ કંપનીનો આઈપીઓ લાંબા સમય પછી આવી રહ્યો હોવાથી તેને સારો પ્રતિસાદ મળી શકે છે. જો કે, અડધા ડઝન સિમેન્ટ કંપનીઓ પહેલાથી જ બજારમાં સૂચિબદ્ધ છે. નુવોકો પર લગભગ 4,463 કરોડ રૂપિયાનું દેવું છે. તેનો આઈપીઓના મર્ચેન્ટ બેન્કર તરીકે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન, એચએસબીસી સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ છે. કરસનભાઈ પટેલના પુત્ર હિરેન પટેલ હાલમાં નુવોકો વિસ્ટાસના ચેરમેન છે. તે 1998 માં નિરમા ગ્રુપ સાથે જોડાયા હતા. 2006 માં તેઓ એમડી બન્યા. 2019-20માં નુવોકો વિસ્ટાસની આવક 6,793 કરોડ રૂપિયા રહી છે.
  Published by:kiran mehta
  First published:May 07, 2021, 15:52 pm

  ટૉપ ન્યૂઝ