Nuvoco Vistas Corporationના શેરનું 17% ડિસ્કાઉન્ટ સાથે શેર બજારમાં લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

પ્રતીકાત્મક તસવીર

Nuvoco Vistasનો આઈપીઓ 1.71 ગણ ભરાયો હતો. કંપનીનો આઈપીઓ નવમી ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 11 ઓગસ્ટના રોજ બંધ થયો હતો.

  • Share this:
    મુંબઈ: Nuvoco Vistas Listing: દેશની પાંચમી સૌથી મોટી સીમેન્ટ કંપની Nuvoco Vistasના શેરનું આજે લિસ્ટિંગ (Listing) BSE અને NSE પર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરનું ઇશ્યૂ ભાવથી 17.37%ના ઘટાડા (Nuvoco Vistas shares debut at a 17% discount) સાથે લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરનો ઇશ્યૂ ભાવ 570 રૂપિયા હતો. બીએસઈ (BSE) પર કંપનીનો શેર 471 રૂપિયા સાથે ખુલ્યો હતો જ્યારે NSEમાં શેરનો ભાવ 485 રૂપિયા ખુલ્યો હતો. નુવોકો  વિસ્ટાસ શેર બજાર પર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થનારી તાજેતરની બીજી કંપની બની છે. આ પહેલા કારટ્રેડ ટેકના શેર ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા હતા.

    Nuvoco Vistasનો આઈપીઓ 1.71 ગણ ભરાયો હતો. કંપનીનો આઈપીઓ નવમી ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 11 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 4.23 ગણો ભરાયો હતો. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (NIB)નો હિસ્સો 66 ટકા ભરાયો હતો. રિટેલ ઇન્વેસ્ટર્સે (Retain investors) ફક્ત 83 ટકા શેર માટે બોલી લગાવી હતી.

    પ્રાઈસ બેન્ડ

    IPO માટે કંપની દ્વારા શેર દીઠ પ્રાઈસ બેન્ડ 560-570 નક્કી કરી હતી. IPO સબસ્ક્રિપ્શન માટે 26 લાખ શેરનો લોટ સાઈઝ નક્કી કરાયો હતો.

    'બજારના સેન્ટીમેન્ટ ઠંડા પડ્યા'

    Mehta Equitiesના વીપી રિસર્ચ પ્રશાંત તાપસીએ કહ્યું છે કે, "એવું લાગી રહ્યું છે કે IPOને લઈને બજાર સેન્ટીમેન્ટ ઠંડું પડી ગયું છે. આ કારણે Nuvoco Vistansના શેરનું નબળું લિસ્ટિંગ થઈ શકે છે. નવા રોકાણકારો એવા આઈપીઓમાં પૈસા લગાવવાને લઈને વધારે સતર્ક બન્યા છે, જેના ઇશ્યૂમાં ઑફર ફોર સેલ વધારે હોય. આ જ કારણ છે કે આવા શેરમાં બીડ ઓછી આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનું પ્રદર્શન એક સમાન રહ્યું છે. કંપની પર દેવું પણ વધારે છે."

    કોણ છે પ્રમોટર?

    નિરમા ગ્રુપ કેમિકલ્સથી લઈ રિયલ એસ્ટેટ સુધીના કારોબારમાં જોડાયેલું છે. આ કંપનીના પ્રમોટર કરસનભાઈ પટેલ છે. ઈશ્યૂ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Sec), HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટસ ઇન્ડિયા, જેપી મોર્ગન ઇન્ડિયા, એક્સિસ બેંક અને એસબીઆઈ કેપિટલ માર્કેટસ મુખ્ય મેનેજર્સ છે અને લિંકટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર હોવાનું જાણવા મળે છે.

    રૂ. 1500 કરોડના નવા શેર

    કંપની રૂ.5000 કરોડના IPO હેઠળ રૂ.1500ના નવા શેર જાહેર કરાશે. બાકીના રૂ. 3500 કરોડના શેર નિયોગી ઇન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઑફર ફોર સેલ (OFS) હેઠળ આપવામાં આવશે. આ કંપનીમાં નિયોગી ઇન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડનો 86.56 ટકા ભાગ છે.

    CarTradeના શેરનું 1.11%ના ઘટાડા સાથે નબળું લિસ્ટિંગ

    20 ઓગસ્ટના રોજ ઑનલાઈન બાઈક અને કાર વેચતી કંપની કારટ્રેક ટેકનું નબળું લિસ્ટિંગ થયું હતું. BSE પર CarTrade Techના શેરનં ઇશ્યૂ પ્રાઇસથી 1.11% નીચે 1600 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. NSE પર શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી 1.13% નીચે 1599.80 રૂપિયા પર થયું હતું. CarTrade Techના શેરનો ઇશ્યૂ ભાવ 1,618 રૂપિયા હતો. લિસ્ટિંગ પછી CarTradeના શેરનો કારોબાર શરૂ થયો હતો. જે બાદમાં શેર 6% નીચે 1,518 રૂપિયા પર ટ્રેક કરી રહ્યા હતા. ટ્રેડિંગ શરૂ થયાની 10 મિનિટની અંદર જ CarTradeનો શેર 1512 રૂપિયા થઈ ગયો હતો.

    આ પણ વાંચો: ફક્ત 92,000માં મારુતિ અલ્ટો કાર લાવો ઘરે, જાણો વધારે વિગત

    CarTrade Techના આઈપીઓમાં રોકાણ કરવાની મોટાભાગના બ્રોકરેઝ હાઉસે સલાહ આપી હતી. પોતાના સેક્ટરમાં લિસ્ટ થનારી આ પ્રથમ કંપની છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે કારટ્રેડ ટેકના આઈપીઓમાં રોકાણકારોને લિસ્ટિંગનો લાભ મળશે. કારટ્રેક ટેકનો ઇશ્યૂ 9મી ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 11મી તારીખે બંધ થયો હતો. કારટ્રેડ ટેકનો આઈપીઓ 20.29 ગણો ભરાયો હતો. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સે 35.45 ગણી બોલી લગાવી હતી. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત રખાયેલો હિસ્સો 41 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 2.75 ગણો ભરાયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: