Business News: છેલ્લા દોઢ બે વર્ષમાં શેરબજાર (Share Market) IPOથી ઉભરાયું છે. ઘણા લોકોએ વિવિધ આઇપીઓ (IPO)માં રોકાણ કરી ઊંચું વળતર મેળવ્યું છે. નાના રોકાણકારો આઇપીઓ તરફ વળ્યા છે. હજી ઘણા IPO કતારમાં છે. જે પૈકીને નુવોકો વિસ્ટાસ IPO કમાણીની તક આપી શકે છે. નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ (Nuvoco Vista IPO) નિરમા ગ્રુપની સિમેન્ટ કંપની છે. આ આઇપીઓ માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ 560-570 નક્કી કરવામાં આવ્યું છે.
ક્યારે થશે ઓપન?
9 ઓગસ્ટના રોજ આ IPO સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે અને 11 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ IPO રૂ.5000 કરોડનો હશે. અહીં નુવોકો વિસ્ટાસ કોર્પોરેશનના IPO અંગે વિગતવાર માહિતી અપાઈ છે.
કેટલો હશે પ્રાઈઝ બેન્ડ?
IPO માટે કંપની દ્વારા શેરદીઠ પ્રાઈઝ બેન્ડ 560-570 નક્કી કરવામાં આવ્યું છે. તેમજ IPO સબસ્ક્રિપ્શન માટે 26 લાખ શેરનો લોટ સાઈઝ નક્કી કરાયો છે. તેના પ્રાઈઝ બેન્ડ મુજબ તમને રૂ.14820નું રોકાણ કરવું પડશે.
રૂ.5000 કરોડના આ IPO હેઠળ રૂ.1500ના નવા શેર જાહેર કરાશે. બાકીના રૂ. 3500 કરોડના શેર નિયોગી ઇન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઓફર ફોર સેલ (OFS) હેઠળ આપવામાં આવશે. આ કંપનીમાં નિયોગી ઇન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડનો 86.56 ટકા ભાગ છે.
નિરમા ગ્રુપ કેમિકલ્સથી લઈ રિયલ એસ્ટેટ સુધીના કારોબારમાં જોડાયેલું છે. આ કંપનીના પ્રમોટર કરસનભાઈ પટેલ છે. ઈશ્યુ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Sec), HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટસ ઇન્ડિયા, જેપી મોર્ગન ઇન્ડિયા, એક્સિસ બેંક અને એસબીઆઈ કેપિટલ માર્કેટસ મુખ્ય મેનેજર્સ છે અને લિંકટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે હોવાનું જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર