Nureca IPO: સબસ્ક્રાઈબ કરતા પહેલાં જાણો તેના વિશે કેટલીક મહત્ત્વની બાબતો

Nureca IPO: સબસ્ક્રાઈબ કરતા પહેલાં જાણો તેના વિશે કેટલીક મહત્ત્વની બાબતો
ન્યૂરેકા લિમિટેડ પબ્લિક ઓફરથી એકત્ર કરશે 100 કરોડ! જાણો શું છે એક શૅરની કિંમત

ન્યૂરેકા લિમિટેડ પબ્લિક ઓફરથી એકત્ર કરશે 100 કરોડ! જાણો શું છે એક શૅરની કિંમત

  • Share this:
    મુંબઈ. ન્યુરેકા (Nureca IPO) 2021માં આવનાર અત્યાર સુધીનો છઠ્ઠો IPO છે. અગાઉ ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), ઇન્ડિગો પેઇન્ટ્સ (Indigo Paints), હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની (Home First Finance Company), સ્ટવ ક્રાફટ (Stove Kraft), બ્રુકફિલ્ડ ઇન્ડિયા REITના આઇપીઓ આવી ચૂક્યાં છે. જેને ઇશ્યૂ કરવા માટે ITI કેપિટલ કાર્ય કરી રહી છે.

    જાહેર જનતા માટે બહાર પાડવા માટેની બાબત - કંપની આ IPOના માધ્યમથી 100 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીએ બે રોકાણકારો પાસેથી 44.55 કરોડ એકત્ર કર્યા છે. તેમજ કંપનીના કર્મચારીઓ માટે એક કરોડ રૂપિયાના શેર રિઝર્વ કર્યા છે.



    IPO બહાર પાડવા અને બંધ થવાની તારીખ - 15 ફેબ્રુઆરીએ જાહેર જનતા IPO માટે બહાર પાડવામાં આવશે તથા 17 ફેબ્રુઆરી સુધી તેને સબ્સ્ક્રાઇબ કરી શકાશે.

    શેરની કિંમત - જાહેર જનતા માટે શેરની કિંમત 396-400 સુધી નક્કી કરવામાં આવી છે. કર્મચારીઓને તેમની પાત્રતા અનુસાર પ્રતિ શેર પર રૂ.20 ડિસ્કાઉન્ટ મળશે.

    આ પણ વાંચો, Share Market Today: સેન્સેક્સે પાર કર્યો 52 હજારનો આંકડો, નિફટીએ પણ તોડ્યો રેકોર્ડ

    ઇશ્યુ કરવાનો હેતુ - IPO દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ રૂપિયાનો ઉપયોગ કાર્યક્ષમ મૂડી તથા કંપનીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.

    કંપનીનો પરિચય - ન્યુરેકા B2C કંપની છે, જે હોમ હેલ્થ કે તથા વેલનેસ પ્રોડક્ટનો બિઝનેસ કરે છે. જે ગ્રાહકોને તેમની બિમારી દૂર કરવા તથા અન્ય બિમારીઓ દૂર કરવા અને તેમની જીવનશૈલીમાં સુધાર કરવા માટે કાર્યક્ષમ છે.
    ન્યુરેકા એક એવી કંપની છે, જ્યાં ઓનલાઈન ચેનલ પાર્ટનર, ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર દ્વારા પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. તેમની વેબસાઈટ drtrust.in દ્વારા પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે.

    ભારત અને અન્ય દેશોમાં 2019 સુધીમાં કંપનીનો 20,757 કરોડ સુધીનો વેપાર પથરાયો છે. જે 2025 સુધીમાં 11 ટકા સુધી CAGRની વૃદ્ધિ સાથે 38,920.7 કરોડ સુધીનું બજાર મેળવવાનું લક્ષ્ય છે.

    પ્રમોટર અને શેરહોલ્ડિંગ - સૌરભ ગોયલ કંપનીના પ્રમોટર તથા મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની ભાગીદારી 46.67% છે. પાયલ ગોયલ પણ કંપનીના પ્રમોટર ગ્રુપનો એક ભાગ છે, જેમની પણ 46.67% ટકા ભાગીદારી છે. યશ અને સ્ટોક પ્રાઇવેટ લિમિટેડની કંપનીમાં 5.88% ભાગીદારી છે.

    આ પણ વાંચો, LPG Gas Cylinder: 50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, આજથી નવી કિંમત લાગુ

    નાણાકીય સ્થિતિ જોઈએ તો માર્ચ 2020માં કંપનીને 6.39% નફો થયો હતો. જે તેના પાછલા વર્ષની તુલનામાં 2.7 ટકા વધુ છે. 2019માં કંપનીને 6.22 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:February 15, 2021, 11:51 am

    ટૉપ ન્યૂઝ