Home /News /business /

Dolly Khanna: ડોલી ખન્નાએ આ IT શેરમાં કર્યું પ્રોફિટ બુકિંગ, બજાર નિષ્ણાતો આ શેરને લઈને હજુ પણ Bullish

Dolly Khanna: ડોલી ખન્નાએ આ IT શેરમાં કર્યું પ્રોફિટ બુકિંગ, બજાર નિષ્ણાતો આ શેરને લઈને હજુ પણ Bullish

ડોલી ખન્ના પોર્ટફોલિયો શેર

Nucleus Software Exports stock: શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાર્ટ પેટર્ન પર ન્યુક્લિયસ સોફ્ટવેર શેરમાં તેજી જોવા મળી રહી છે. IT કંપનીએ તાજેતરમાં વિયેતનામ કોમર્શિયલ બેંક પાસેથી મોટો ઓર્ડર મેળવ્યો છે. જેના કારણે તેની નિકાસમાં અચાનક 4.90 ટકાનો વધારો થયો છે.

વધુ જુઓ ...
  મુંબઈ: મોટાગજાના રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna) એ તેના એક પોર્ટફોલિયો સ્ટૉક- ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સમાં નફો બુક (Profit booking) કર્યો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટર માટે IT કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ (Nucleus Software Exports)માં 1 ટકા કે તેથી વધુ હિસ્સો ધરાવતા કંપનીના વ્યક્તિગત શેરધારકોની યાદીમાંથી ડોલી ખન્ના (Dolly Khanna)નું નામ જોવા મળ્યુ નથી. આનો અર્થ એ છે કે તેઓ સ્ટોકમાંથી બહાર નીકળી ગયા છે અથવા કંપનીમાં તેમનો હિસ્સો 1 ટકાથી નીચે આવી ગયો છે. જોકે, શેરબજારના નિષ્ણાતો ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં આ પરિવર્તનથી અકળાયા છે. તેઓએ કહ્યું કે સ્ટોકમાં તેજી છે અને ટૂંકા ગાળામાં તે પ્રતિ શેર ₹640 સુધી જઈ શકે છે.

  નિષ્ણાતોની સલાહ

  શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાર્ટ પેટર્ન પર ન્યુક્લિયસ સોફ્ટવેર શેરમાં તેજી જોવા મળી રહી છે. IT કંપનીએ તાજેતરમાં વિયેતનામ કોમર્શિયલ બેંક પાસેથી મોટો ઓર્ડર મેળવ્યો છે. જેના કારણે તેની નિકાસમાં અચાનક 4.90 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, ન્યુક્લિયસ સોફ્ટવેર શેરમાં બાયબેક (Buy back offer)ની જાહેરાત પણ નજીકના ગાળામાં સ્ટૉકને વેગ આપશે.

  બાયબેકની જાહેરાત

  આ IT સ્ટોકમાં તેજીને વધારો આપતા ફંડામેન્ટલ્સ પર વાત કરતા પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, "તાજેતરમાં, ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડને વિયેતનામ કોમર્શિયલ બેંક તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. જેના કારણે તેની નિકાસમાં લગભગ 4.90 ટકાનો વધારો થયો છે. અમે કંપનીના આગામી ત્રિમાસિક ગાળામાં આ બાબત રિફ્લેક્ટ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ.

  આ ઉપરાંત, કંપનીએ રૂ.700 બાયબેકની જાહેરાત કરી છે. જે રોકાણકારો માટે અને કંપનીની બેલેન્સ શીટની વર્તમાન સ્થિતિ માટે પણ સકારાત્મક સંકેત છે. પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના અવિનાશ ગોરક્ષકરે શેરબજારના રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં આ સ્ટોક ઉમેરવાની સલાહ આપી હતી.

  આ પણ વાંચો: Ashish Kacholia portfolio: આશીષ કચોલિયાએ ટેબલવેર મેકરમાં કર્યું રોકાણ, જાણો કઈ કંપનીના શેર ખરીદ્યા

  મોટા ઉછાળાની શક્યતા

  ટૂંકા ગાળામાં સ્ટૉકમાં તીવ્ર ઉછાળાની અપેક્ષા વિશે વાત કરતા ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, ન્યુક્લિયસ સોફ્ટવેરના શેરમાં ચાર્ટ પેટર્ન પર તેજી જોવા મળી રહી છે અને ટૂંકાગાળા માટે કોઈ પણ વ્યક્તિ આ સ્ટોકને ખરીદી શકે છે. નજીકના ગાળામાં આ સ્ટોક શેરની કિંમત રૂ.640 સુધી પહોંચી શકે છે. જોકે, રૂ.550 પર રોકાણકારોએ સ્ટોપલોસ જાળવી રાખવો જોઈએ. સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, IT સ્ટોકે શુક્રવારના ટ્રેડ સેશનમાં રૂ.575 પર બ્રેકઆઉટ આપ્યું હતું પરંતુ સ્ટોક રૂ.575ની નીચે બંધ થઈ ગયો છે, તેથી વ્યક્તિએ માત્ર રૂ.575 પ્રતિ શેર લેવલથી જ ખરીદવું જોઈએ.

  ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સમાં ડોલી ખન્ના શેરહોલ્ડિંગ

  ઑક્ટોબરથી ડિસેમ્બર 2021ના સમયગાળા માટે ન્યુક્લિયસ સૉફ્ટવેર એક્સપોર્ટ્સ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, શેરધારકોની લિસ્ટમાંથી ડોલી ખન્નાનું નામ ગાયબ છે. અગાઉ તેમની પાસે 2,99,720 ન્યુક્લિયસ સૉફ્ટવેર શેર હતા, જે કંપનીના જારી કરાયેલી પેઇડ-અપ મૂડીના 1.03 ટકા છે. આનો અર્થ એ થયો કે, ડોલી ખન્નાએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન કંપનીમાં પોતાનો હિસ્સો વેચી દીધો હતો.

  આ પણ વાંચો: Multibagger stock: આ NBFC શેરમાં આવી જોરદાર તેજી, 15 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા થયા ડબલ

  જોકે, તે નિશ્ચિત કરી શકાતું નથી કે તેમણે સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે અથવા તેમણે કંપનીમાં આંશિક નફો બૂક કર્યો હતો કે કંપનીમાં તેણીનું શેરહોલ્ડિંગ 1 ટકાથી નીચે આવી ગયું છે. નિયમો મુજબ, લિસ્ટેડ કંપનીઓ વ્યક્તિગત ક્ષમતામાં કંપનીમાં 1 ટકાથી ઓછો હિસ્સો ધરાવતા શેરધારકોના નામ લિસ્ટ કરવા માટે બંધાયેલા નથી.
  First published:

  આગામી સમાચાર