Home /News /business /

Stock Market Holiday: રમઝાન ઈદને પગલે આજે NSE, BSE બંધ રહેશે, જાણો હવે પછી માર્કેટ ક્યારે બંધ રહેશે

Stock Market Holiday: રમઝાન ઈદને પગલે આજે NSE, BSE બંધ રહેશે, જાણો હવે પછી માર્કેટ ક્યારે બંધ રહેશે

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market Holiday: બીએસઈ હોલિડે કેલેન્ડર પ્રમાણે આ વર્ષે કુલ 13 દિવસ વિવિધ જાહેર રજાઓના પ્રસંગે એનએસઈ અને બીએસઈમાં કોઈ કામકાજ નહીં થાય. જોકે, જુલાઈ મહિનામાં કોઈ જ રજા નથી આવી રહી.

    મુંબઈ: આજે ઈદ-ઉલ-ફિત્ર (Ramzan Eid) હોવાથી ભારતીય શેર બજાર બંધ (Market holiday today) રહેશે. આજે એટલે કે મંગળવારે એનએસઈ (NSE) અને બીએસઈ (BSE)માં કોઈ જ ટ્રેડિંગ નહીં થાય. બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) એટલે કે એમસીએક્સ પ્રથમ ટ્રેડિંગ સેશન (સવારના 9થી 5) દરમિયાન બંધ રહેશે. જ્યારે બીજા ટ્રેડિંગ સેશન (સાંજે પાંચથી રાતના 11:30/11:55) સુધી ચાલુ રહેશે. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ (NCDEX)માં પણ સવારના નવથી પાંચ વાગ્યા સુધી કામ બંધ રહેશે. સાંજના પાંચથી રાતના નવ વાગ્યા સુધી એનસીડીઈએક્સમાં કામકાજ ચાલુ રહેશે.

    ઓગસ્ટમાં રજા


    બીએસઈ હોલિડે કેલેન્ડર (BSE Holiday Calendar) પ્રમાણે આ વર્ષે કુલ 13 દિવસ વિવિધ જાહેર રજાઓના પ્રસંગે એનએસઈ અને બીએસઈમાં કોઈ કામકાજ નહીં થાય. જોકે, જુલાઈ મહિનામાં કોઈ જ રજા નથી આવી રહી. 9મી ઓગસ્ટના રોજ મોહર્રમ હોવાથી કામકાજ બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં વધુ બે દિવસ માટે શેર બજાર બંધ રહેશે. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ હોવાથી અને 31મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોવાથી ભારતીય શેર બજાર બંધ રહેશે.

    સોમવારે શેર બજારમાં કામકાજ


    સોમવારે ભારતીય શેર બજાર લાલ નિશાન પર બંધ રહ્યું હતું. સેન્સેક્સ 0.15 ટકા અથવા 84.88 ટકા તૂટીને 56,975.99ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 0.20 ટકા અથવા 33.45 ટકા તૂટીને 17,069.10ના સ્તર પર બંધ રહ્યો હતો. બ્રોડર માર્કેટની વાત કરીએ તો નિફ્ટી મિડ કેપ અને સ્મૉલ કેપ 0.5 ટકાથી લઈને 1.3 ટકા સુધી તૂટ્યા હતા. સેક્ટર પ્રમાણે નજર કરીએ તો બેન્કિંગ, મેટલ, મીડિયા, રિયલ્ટી અને ફાઇનાન્સિયલ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી.

    આ 10 શેર આગામી 3-4 અઠવાડિયામાં બદલી શકે છે તમારી કિસ્મત


    HDFC securities ના વિનય રજાણીના શૉર્ટ ટર્મ પિક્સ


    Action Construction Equipment: Buy | LTP: Rs 240 | આ શેરમાં 227 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 260 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 8.3 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Prince Pipes & Fittings: Buy | LTP: Rs 664 | પ્રિન્સ પાઇપ્સમાં 640 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 725 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9 ટકા રિટર્ન મળી શકે છે.

    Tamilnadu Petroproducts: Buy | LTP: Rs 121 | તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સમાં 112 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 140 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 16 ટકા રિટર્ન મળી શકે છે.

    રિલાયન્સ સિક્યોરિટીઝના જતિન ગોહિલના શૉર્ટ ટર્મ પિક્સ


    Crompton Greaves Consumer Electricals: Buy | LTP: Rs 385 | આ શેરમાં 350 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 490 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 27 ટકા રિટર્ન મળી શકે છે.

    Deepak Fertilizers : Buy | LTP: Rs 675 | આ શેરમાં 560 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 774 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.

    Max Financial Services: Buy | LTP: Rs 758 | આ શેરમાં 690 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 940 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 24 ટકા રિટર્ન મળી શકે છે.

    5paisa.com ના રુચિત જૈનના શૉર્ટ ટર્મ પિક્સ


    Indraprastha Gas Futures: Sell | LTP: Rs 349.5 | ઇન્દ્રપ્રસ્થ ગેસમાં 370 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 315 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાલી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

    Deepak Nitrite: Buy | LTP: Rs 2,327 | Stop-Loss: Rs 2,280 | દીપક નાઇટ્રેટ શેરમાં 2,280 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 2,490 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: એન્કર રોકાણકારો તરફથી એલઆઈસીના આઈપીઓને મળ્યો જોરદાર પ્રતિસાદ

    Religare Broking ના અજીત મિશ્રાના શૉર્ટ ટર્મ પિક્સ


    Tata Consumer Products: Buy | LTP: Rs 824 | આ શેરમાં 800 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 870 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 6 ટકા રિટર્ન મળી શકે છે.

    UPL: Buy | LTP: Rs 823 | આ શેરમાં 795 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ બે શેર આપી શકે છે શાનદાર રિટર્ન

    ONGC Futures: Sell | LTP: Rs 161.2 | આ શેરમાં169 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 148 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાલી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 8 ટકા રિટર્ન મળી શકે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ  બજારનિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, MCX, NSE, Share market, Stock market

    આગામી સમાચાર