અબૂ ધાબીમાં રાતો રાત આ NRI બની ગયો કરોડપતિ, જીતી રૂ. 19 કરોડની લોટરી

મહત્વની વાત એ છે કે,  વિજેતાઓના શીર્ષ 10 લોકોના લીસ્ટમાં 6 તો ભારતીય સામેલ છે.

મહત્વની વાત એ છે કે,  વિજેતાઓના શીર્ષ 10 લોકોના લીસ્ટમાં 6 તો ભારતીય સામેલ છે.

 • Share this:
  એક ભારતીય પ્રવાસીએ અબૂ ધાબીમાં રવિવારે લોટરીમાં એક કરોડ દિરહામ (27 લાખ ડોલર અથવા સવા 19 કરોડ રૂપિયા)ની રકમ જીતી. ખલીઝ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, પ્રશાંત પંડારાથિલે 4 જાન્યુઆરીએ ઓનલાઈન ટિકિટ ખરીદી હતી. આમાં 100000 દિરહામ (લગભગ 19 લાખ રૂપિયા)નો બીજો પુરસ્કાર એક અન્ય ભારતીય કુલદીપ કુમારે જીત્યો છે.

  મહત્વની વાત એ છે કે,  વિજેતાઓના શીર્ષ 10 લોકોના લીસ્ટમાં 6 તો ભારતીય સામેલ છે. ગત મહિને શારજાહ સ્થિત એક ભારતીય પ્રવાસી અભિષેક કાથેલે દુબઈની ડ્યૂટી ફ્રી લોટરીમાં 10 લાખ ડોલર (લગભગ 7 કરોડ 8 લાખ રૂપિયા)ની રકમ જીતી હતી.

  ગત મહિને એક અન્ય લકી ડ્રોમાં દુબઈ સ્થિત સરથ પુરષોત્તમને અબુધાબી ઈન્ટરનેશનલ એયરપોર્ટ પર 1.5 કરોડ દિરહામનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
  Published by:kiran mehta
  First published: