એક વર્ષમાં 60% સુધી રિટર્ન આપશે આ સ્કીમ, તમે પણ લગાવી શકો છો પૈસા – જાણો કઇ રીતે?

પ્રતિકાત્મક તસવીર

વ્યક્તિની રોકાણનિતી એવી હોવી જોઇએ કે કોઇ પણ નાના મોટા કામ માટે મીત્રો-સગાસંબંધીઓ પાસેથી ઉધાર કે બેંક પાસેથી લોન ન લેવી પડે

  • Share this:
નવી દિલ્હી : કોરોના કાળ બાદ લોકોને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો છે. તેથી લોકો હવે ફરી ફાઇનાન્શિયલ પ્લાનિંગ તરફ વળ્યા છે. નાણાંકીય પ્લાનિંગ આજકાલ સૌથી મહત્વનું છે. વ્યક્તિની રોકાણનિતી એવી હોવી જોઇએ કે કોઇ પણ નાના મોટા કામ માટે મીત્રો-સગાસંબંધીઓ પાસેથી ઉધાર કે બેંક પાસેથી લોન ન લેવી પડે. આજે અમે તમને સરકારની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેણે ગત વર્ષે એક વર્ષમાં 60 ટકા સુધી રિટર્ન આપ્યું હતું. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે.

આ છે નેશનલ પેન્શન સ્કીમ

નેશનલ પેન્શન સ્કીમ ખાસ રિટાયરમેન્ટ માટે બનાવવામાં આવેલ લાંબા સમય માટે રોકાણનું એક માધ્યમ છે. તેની દેખરેખ પેન્શન ફંડ નિયામક PFRDA કરે છે. નેશનલ પેન્શન સિસ્ટમની સ્કીમ-ઇએ ઇક્વિટી બજારને ઘણો ફાયદો કરાવ્યો છે. ગત વર્ષમાં સરકારની પેન્શન યોજનાએ 60 ટકા સુધી રિટર્ન આપ્યું છે.

LIC પેન્શન ફંડે આપ્યું 60% રિટર્ન

એનપીએસના ટિયર-1 ખાતામાં એલઆઇસી પેન્શન ફંડે સૌથી વધુ 59.56 ટકા રિટર્ન આપ્યું છે. ત્યાર બાદ ICICI પ્રૂ પેન્શન ફંડે 59.47 ટકા અને યૂટીઆઇ રિટાયરમેન્ટ સોલ્યૂશન્સે 58.91 ટકા રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો - વેકસીનેશનને વેગ આપવા અમદાવાદની આ ખાનગી શાળાઓ ફી માં પાંચ ટકાની રાહત આપશે

સમજો ટિયર-1 અને ટિયર-2માં તફાવત

એનપીએસ ટિયર-1 એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે વાર્ષિક ન્યૂનતમ યોગદાન 6000 રૂપિયા કરી દેવાયું છે. રિટાયર થવા પર તમે આખી રકમના 60 ટકા ભાગ ટેક્સ ફ્રી લઇ શકો છો. બાકી 40 ટકા ફંડથી આજીવન પેન્શન લઇ શકો છો.

એનપીએસ ટિયર-2માં ઘણા પ્રકારની સગવડો છે. કારણ કે આ એક ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ છે, તમે તમારી જરૂરીયાત મુજબ પૈસા ઉપાડી શકો છો. જોકે સરકારી કર્મચારીને બાદ કરીએ તો ટિયર-2 એકાઉન્ટ્સ પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 સી અંતર્ગત કોઇ ટેક્સ લાભ નહીં મળે.

એનપીએસના ટિયર-1 ખાતામાં તમારી ઉંમરના 60 વર્ષ સુધી લોક-ઇન છે, જ્યાં સુધી તમે તેને વધારતા નથી. પરંતુ ટિયર-2 એકાઉન્ટ માટે કોઇ લોક ઇન અવધી નથી.
First published: